________________
પદ્મપરાગ
૧૦ સૌને માટે વાત્સલ્ય
ભગવાનને દીક્ષા લીધાને બીજું વર્ષ ચાલતુ હતુ.
૪૯
પ્રભુ એ ચતુર્માંસ નાલંદમાં રહ્યા હતા. જોગાનુજોગ તાપસ ગેાશાલક પણ ત્યાં જ ચતુર્માસ રહેલ. પ્રભુની ઉત્કટ સાધના જોઈ ને એનું મન પ્રભુની સાથે રહેવા લલચાયું, અને એ પ્રભુને શિષ્ય બની ગયેા.
ગેશાલક પણ સંચમી તરીકેનું આકરું જીવન જીવતા અને આત્મસાધનાના પ્રયત્ન કરતે. પણ કયારેક એને કોઈકની મશ્કરી કરવાનું મન થઈ આવતુ.
આ રીતે ભગવાનની સાથે રહેતાં ગોશાલકને પાંચેક વર્ષ વીતી ગયાં. એકવાર ગેાશાલક અને ભગવાન કૃમ ગ્રામે જઈ પહોંચ્યા. ત્યાં વૈશિકાયન નામે તાપસ ઉગ્ર તપસ્યા કરતા હતા. એણે મેટી જટા વધારી હતી અને એ જટા જૂના માળા બની ગઈ હતી ! સૂર્યના તાપમાં આતાપના લેવા જતાં એ જૂએ, તાપને કારણે, બહાર ઊભરાઈ આવતી અને તપેલી ધરતી ઉપર પડીને તરફડવા લાગતી.
અને પેલેા તાપસ, એ જૂએના જીવ બચાવવા, વારે વારે એમને પાછા પેાતાની જટામાં મૂકતા !
વૈશિકાયનને એ રીતે જૂએની રક્ષા કરવામાં કાળક્ષેપ કરતા જોઈ ને ગેાશાલકને હસવું આવ્યું અને એણે એ તાપસના ઉપહાસ કર્યાં.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org