SearchBrowseAboutContactDonate
Page Preview
Page 65
Loading...
Download File
Download File
Page Text
________________ પદ્મયુરાગ - - એ એકાગ્રતા પણ કેવી ! જુએ તે જાણે ધ્યાન– દશામાં બેઠેલી કેઈ અચલ પાષાણ-પ્રતિમા! ત્યાં એક સ્ત્રી આવી. ' ' . એણે ભગવાનને જોયા. પણ અરે, આ શું? જે પ્રભુનાં દર્શનથી અંતરમાં ભક્તિનાં નીર ઊભરાવાં જોઈએ, ત્યાં આ દ્વેષને દાવાનલ કેમ પ્રગટયો? ' જાણે કઈ જુગજુગજૂનો વેરનો વિપાક જાગે હેય, એમ એ સ્ત્રીને ભગવાનને ઉપસર્ગ કરવાનું મન થઈ આવ્યું. અને એણે તે હિમની શીતળતાનેય વીસરાવે એવું ટાઢું પાણી લઈ લઈને ભગવાન ઉપર છાંટવા માંડયું ! એ તે અટ્ટહાસ્ય કરતી જોઈ જ રહી કેવી મજા ! હમણાં એ જોગીનો જોગ આ પાણીની ધારથી દેવાઈ જશે, અને એ ચીસ પાડીને નાસી જશે! ઢોંગી નહીં તો! પણ ભગવાન તે ક્યારના કાયાની માયા–મમતા બધી તજી ચૂક્યા હતા. કાયાના કષ્ટ આગળ જે રાંક બને એ આત્માનાં દર્શન ન પામે. એમણે તે આ જળ છંટકાવને આત્મામાંથી પ્રગટતી શીતળતાની જેમ વધાવી લીધે! એ છંટકાવને ઝીલીને ભગવાનની જ્ઞાનત વધારે તેજથી ઝળહળી રહી. ધન્ય રે જોગી ! ભલે તારે જોગ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001056
Book TitlePadmaparag
Original Sutra AuthorN/A
AuthorRatilal D Desai
PublisherJaybhikkhu Sahitya Trust
Publication Year1974
Total Pages194
LanguageGujarati
ClassificationBook_Gujarati & Discourse
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy