________________
પધપાગ
તત્કાળ ક્રોધને લીધે કાળનો કોળિ બની ગયે!
ક્રોધનાં કડવાં ફળ સૌએ નજરોનજર નિહાળ્યાં. સાથે સાથે શાંતિનાં અમૃતનાં પણ દર્શન કર્યા.
આ તો આત્માની શીતળતા! કડકડતે શિયાળે ચાલે. માઘ મહિનાને ઠંડીની ખરેખરી જુવાનીને વખત. ટાઢ કહે મારું કામ!
હાડ ખખડી જાય, ચામ ફાટી જાય અને લેહી થીજી જાય એવી કારમી ટાઢ પડે. જાણે હિમાળે ચાલીને ત્યાં આવી પહોંચે. ભલભલાં બળિયાય રાંક બની જાય એવી એ ઠંડી !
આવા શિયાળામાં એક દિવસ ભગવાન શાલિશીષ ગામે પધાર્યા.
સૌ જ્યારે ઘર વાસીને સગડીની પાસે બેસે, ત્યારે ભગવાન ઉઘાડામાં એકાંત ધ્યાનમાં બેસી ગયા. જોગીનું તે જાણે બધું જ દુનિયાથી જુદું સૌ ઊંઘે ત્યારે એ જાગે; સૌ જમે-રમે અને આનંદ કરે ત્યારે જોગી ઉપવાસ આદરી વૈરાગ્યનો જાપ કરે ! જેગીના મર્મ તે જોગી જ જાણી શકે એવા ! છે કે ભગવાન મહાવીરે તે સ્થિર આસને ધ્યાનમગ્ન બની ગયા. જાણે બહારની બધી દુનિયા વિસરાઈ ગઈ, અંતરની દુનિયાના કંઈ કંઈ ભેદ એ ઉકેલવા લાગ્યા.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org