________________
પદ્મપરાગ
રાજમહેલના ત્યાગીને હવે રાજમહેલ કે હવેલીની કઈ ખેવના ન હતી. વૈભવ-વિલાસ તો એમને મન બેડીઓ જેવા બની ગયા હતા. અને સુખસગવડને તો એમને કઈ વિચાર જ આવતો ન હતે.
કેઈને અગવડ ન થાય, કેઈને અપ્રીતિ ન થાય, મેહમાયાનું કઈ બંધન આડે ન આવે એવી ડીક જગા મળી રહે એટલે બસ.
વૈશાલી તે કેવી ભાગ્યશાળી નગરી!
તેમાંય ભગવાનનું તે એ વતન. એ ઇરછે તે એક કરતાં એકવીસ ઉતારા એમને મળી રહે,
પણ ભેખ ધરીને ચાલી નીકળેલાને તે બધી ધરતી સરખી હતીઃ શું હવેલી કે શું ઝૂંપડું!
ભગવાને તે એક લુહારના ડેલામાં ઉતારે કર્યો.
એ ડેલાનો માલિક લુહાર છ મહિનાથી માંદો હતે.. અને રોગથી હેરાન થઈને એ બીજે ચાલ્યો ગયે હતે. એ. સાજો થઈને પિતાનાં સગાં-વહાલાં સાથે આજે જ પિતાની કઢમાં પાછા આવ્યું હતું.
આવતાવેંત એણે જોયું તે એક મૂંડિયે પિતાના મકાનમાં ઊતરેલો !
એ તે ચિડાઈ ગયેઃ માંડ માંડ મતના મોંમાંથી. બચીને, સાજો થઈને, આજે ઘેર પાછા આવ્યા, ત્યાં પહેલાં દર્શન આ મૂડિયાનાં થયાં! કેવાં મેટાં અપશુક્લ !
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org