SearchBrowseAboutContactDonate
Page Preview
Page 61
Loading...
Download File
Download File
Page Text
________________ પદ્મપરાગ માણસાઈ, દયા કે ભક્તિને તે કઈ જાણે જ નહીં! વગર -વાંકે માર મારે અને વગર કારણે હેરાન કરે ! . કેઈ કે ભગવાનને કૂતરા કરડાવ્યા, તો કેઈએ માર મારીને હાંકી કાઢયા. ખાવાનું પણ ક્યારેક લૂખું સૂકું મળી રહે તે બહુ સમજવું. ભગવાનના શરીરમાંથી માંસ કાપી લેતાં પણ એમને આંચકે ન લાગતું. એમના ઉપર ધૂળ ઉડાડવી, એમને નીચે પાડી દેવા એ તે એમને મન રમતવાત ! પણ ભગવાન તે એ બધું સમજીને જ ત્યાં ગયા હતા. એ જાણે મનને કહેતાઃ સામે મોંએ ચાલીને આ કષ્ટો માંગી લીધાં છે, પછી પાછા હઠવાનું કે દુઃખ લગાડવાનું કેવું? . એમને મન આવાં બધાં કષ્ટો તે અંતરની અહિંસાની કસોટીરૂપ હતાં. સુખમાં તે બધાય અહિંસક રહે, પણ અસહ્ય વેદના વચ્ચે, વેદના આપનાર ઉપર પૂર્ણ અહિંસક ભાવ રહે તો જ અહિંસાની ખરી પરીક્ષા થાય અને આત્માનો સાક્ષાત્કાર થાય. એટલે ભગવાનને તે કન્ટેના વલણથી કાયાનું જેમ વધારે મંથન થતું તેમ આત્મશુદ્ધિને અમૃતપિ વધારે -નજીક આવતે લાગત. . ભગવાનને મન તે દુઃખ એ સુખની ખાણ જ હતી. ક્રોધનાં કડવાં ફળ . એક વાર ભગવાન વૈશાલીમાં સમેસર્યા. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001056
Book TitlePadmaparag
Original Sutra AuthorN/A
AuthorRatilal D Desai
PublisherJaybhikkhu Sahitya Trust
Publication Year1974
Total Pages194
LanguageGujarati
ClassificationBook_Gujarati & Discourse
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy