________________
પદ્મપરાગ
s
દુઃખ તે સુખની ખાણ! અગ્નિમાં તપવાનું કષ્ટ સહે તે જ કુંદન સે ટચ શુદ્ધ થવાનું સુખ મેળવે.
પ્રસૂતિની કારમી પીડામાંથી જ માતૃત્વનું દિવ્ય સુખ. પ્રગટે છે.
મરજીવાને જ મહેરામણ મેતીનાં દાન કરે છે. મહેનત વગર ફળ નથી. તપ વગર સિદ્ધિ નથી. દુઃખ વગર સુખ નથી.
ભગવાન તે આત્માના કુંદનને ધમવા નીકળ્યા હતા. જે માગે આત્મા વધારે કસોટીએ ચડે એ જ એમને માર્ગ–ભલે પછી એ માર્ગે જતાં ગમે તેવાં સંકટ આવી પડે.
એક વાર ભગવાને વિચાર્યું કે પોતાને ઓળખતા હોય એવા પ્રદેશમાં ફરવામાં શી વડાઈ? આત્માને તાવ હોય તે અજાણ્યા પ્રદેશમાં જવું અને જે દુઃખ આવી પડે તે. અદીનપણે સમભાવે સહન કરવું તે જ આત્મા રાગ અને દ્વેષના સાણસામાંથી છૂટો થાય અને વીતરાગપણને પામે.
ભગવાન તે ચાલ્યા લાઢ દેશમાં.
એ દેશ પણ કે? અને ત્યાંના માનવી પણ કેવાં ? ભારે દુર્ગમ એ દેશ અને ભારે ઘાતકી ત્યાંનાં માનવી !
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org