________________
પાપગ
છેવટે ગામલેકએ એ વ્યતરને રીઝ અને એનું મંદિર ચણાવીને એમાં એની સ્થાપના કરી. રોજ એની પૂજા થવા લાગી. લેકે તે એમ પણ કહેતા કે એ મંદિરમાં કેઈ રાત રહી શકતું નથી; કેઈ રહેવાની જીદ કરે તે એ હેરાન હેરાન થઈ જાય છે, ક્યારેક જીવ પણ ખેાઈ બેસે છે. - મહાવીરને થયું ઃ આ વાત સાચી હોય તે આવા આત્માને ઉદ્ધાર કરે ઘટે–ભલે એમ કરવા જતાં ગમે તેટલાં કષ્ટ વેઠવાં પડે. એમાં તે એ આત્માનું અને ભેળા લેકેનું બનેનું ભલું જ થવાનું.
મહાવીર તે રાત એ મંદિરમાં જ રહ્યા. પણ પેલા યક્ષે એમને રાતભર કંઈ દુઃખ આપ્યાં, કંઈ દુઃખ આપ્યાં કે એનું વર્ણન સાંભળીનેય મન થરથરી જાય! -
પણ મહાવીર તે સમભાવપૂર્વક બધું સહન કરવાનો નિશ્ચય કરીને જ ત્યાં રાત રહ્યા હતા. એમને મન તે જાણે કષ્ટોની વર્ષા અમૃતવર્ષા સમી બની હતી!
યક્ષ બિચારે કષ્ટ આપી આપીને થાક્યો; હવે તે જાણે એની કષ્ટ આપવાની શક્તિ જ થાકી ગઈ! - યક્ષના અંતરમાંથી અન્યને કષ્ટ આપવાની વૃત્તિનું બધું ઝેર જાણે ભગવાને હસતે મુખે, સમભાવપૂર્વક, એ મહાકષ્ટોને સહન કરીને ઉતારી લીધું. પેલા ચંડકેશિયા નાગની જેમ આ યક્ષને પણ પ્રભુએ સાવ નિર્વિષ બનાવી દીધે, દાસ બનાવી દીધો !
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org