________________
પાપા
આ પ્રતિજ્ઞાઓ તે વડલાના બીજ જેવી હતી. આગળ જતાં એમાંથી ત્યાગ અને સંયમનો ઘેઘૂર વડલે વિકસી ઊઠયો.
કષ્ટસહનને પ્રતાપ શૂલપાણિ યક્ષનું નામ તે અસ્થિકગ્રામમાં ભયનું પ્રતીક બની ગયું હતું. એના નામથી તે ભલભલાનાં હાજા ગગડી જતાં.
મહાવીર અસ્થિક ગ્રામમાં ગયા, અને એમણે લેકે પાસેથી બધી વાત જાણી. ટૂંકમાં વાત આમ હતીઃ
જૂના કાળમાં કેઈ એક વણિક એ પ્રદેશમાંથી પસાર થતો હતો. એમાં એને એક બળદ ગળિયે બની ગયે. એનાથી રેકાઈ શકાય એમ ન હતું, એટલે એણે એની સારવાર માટે પૈસા આપીને એ બળદને ગામલેકને સ, અને એની સારસંભાળ લેવા ભણામણ કરી.
પણ લેશિયા ગામલેકેએ એ પૈસા તો લઈ લીધા, પણ બિચારા બળદની કશી ખબર ન લીધી. બળદ બાપડ છેવટે ભૂખ્યા-તરસ્યો રિબાઈ રિબાઈને બેકાણાં પાડી પાડીને મરી ગયે; અને મરીને શૂલપાણિ નામે વ્યંતર થયે.
એણે તે ગામલેકે પાસેથી જાણે વ્યાજ સાથે વેર વસૂલ કરવા માંડયુંઃ જેતજોતામાં ગામલે કોને સોથ બોલાવી દીધે! અને ત્યાં મરેલા જીવોનાં હાડકાં–અસ્થિ–ના ગંજના ગંજ ખડકાઈ ગયા. ત્યારથી એ ગામ વર્ધમાન ગ્રામના બદલે અસ્થિકગ્રામ નામે ઓળખાવા લાગ્યું.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org