SearchBrowseAboutContactDonate
Page Preview
Page 54
Loading...
Download File
Download File
Page Text
________________ પદ્મપરાગ ૩૭ પણ અગ્નિ જેમ ઘાસને ન મૂકે એમ ગાયે પણ ઘાસની દુશ્મનઃ એને દીઠું ન મૂકે. એ તે વારેવારે ઝૂંપડીમાંથી ઘાસનાં તરણાં ખેંચી કાઢવા લાગી. પણ ધ્યાનમગ્ન મહાવીરને તો એની કશી ખેવના જ નથી. મહેલને ત્યાગ કરનારને વળી ઝૂંપડીની ચિંતા કેવી ? * પણ મહાવીરની આ બેદરકારીથી બીજા તાપસને ચીડ ચડી. એ તે કુલપતિને ફરિયાદ કરવા લાગ્યા કે આ તે કેવી બેદરકારી કહેવાય? પિતાના જ સ્થાનને પોતે જ ન સાચવવું ! કુલપતિએ મહાવીરને કેમળ શબ્દોમાં ઝૂંપડીની સંભાળ રાખવા સૂચના કરી. મહાવીરને પણ વાત તે સાચી લાગી, પણ એ પિતાની સાધનામાં એવા મગ્ન રહેતા કે એમને એ બધું પળેાજણ જેવું લાગ્યું. અને ત્યાગની ખુમારીને સાચવવા એમણે, ચોમાસાને અર્થો માસ વીત્યા છતાં, એ સ્થાનનો રાજીખુશીથી ત્યાગ કર્યો અને સાથેસાથે પાંચ પ્રતિજ્ઞા કરી કે – (૧) જ્યાં અપ્રીતિ થવાનો સંભવ હોય એવા સ્થાનમાં કદી ન રહેવું. (૨) જ્યાં રહેવું ત્યાં સદા ધ્યાનમાં રહેવું, અને એને અનુકૂળ જ જગ્યા પસંદ કરવી. (૩) મોટે ભાગે મૌન અવસ્થામાં જ રહેવું. (૪) કરપાત્ર હાથમાં જ ભેજન કરવું. (૫) ગૃહસ્થની ખુશામત કરવી નહીં. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001056
Book TitlePadmaparag
Original Sutra AuthorN/A
AuthorRatilal D Desai
PublisherJaybhikkhu Sahitya Trust
Publication Year1974
Total Pages194
LanguageGujarati
ClassificationBook_Gujarati & Discourse
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy