________________
પાર્ગ
વાદળને અમર રંગ ભગવાનના તેવીસમા પૂર્વભવની વાત છે. ત્યારે ભગવાન પ્રિયમિત્ર નામે ચકવતી તરીકે પૃથ્વીનું શાસન કરતા હતા.
ચકવતીના ભેગ-વિલાસની સામગ્રીને કઈ પાર ન હતે; પણ ભેગ-વિલાસની વાસના તે જાણે હુતાશનની જેમ ભડકે બળતી હતી–જેટલું ભેગવે એટલું સ્વાહા, અને છતાં સંતપ્ત અને સંતપ્ત જ !
પણ વખત આવ્યે માનવીને વૈભવ-વિલાસને અને વાસનાને પણ થાક લાગવા માંડે છે અને ત્યારે જાણે માનવીનું મન પલટા લેવા લાગે છે..
હમણાં હમણું ચકવર્તી પણ કંઈક એવા જ ભાવે અનુભવતા હતા. એક દિવસ ચક્રવતી પોતાના મહેલની અગાસીમાં ફરી રહ્યા હતા. અને સંસ્થાને સૂરજ ક્ષિતિજમાં ભળી રહ્યો હતો. એમણે સામે નજર કરી તે આકાશમાં રંગભર્યા વાદળની ભારે અદ્ભુત શભા રચાઈ રહી લાગી.
આકાશને દેવ જાણે રંગ-બેરંગી વાદળના રૂપકડા વાઘા સજીને જોનારના ચિત્તને હરી રહ્યો હતે. આકારે પણ જાણે એવા કે એક જુઓ અને એક ભૂલે ! અને જે કલ્પના કરો તે એમાં આકાર ધારણ કરતી દેખાય
ચકવર્તી તે જોઈ જ રહ્યા વાહ રે વાદળદેવ ! વાહ તમારા રંગ અને વાહ તમારાં રૂ૫. ચક્રવતીનું અંતર
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org