________________
પદ્મપરાગ ફૂલ થાય, અને વરાળ બનીને ઊંચે ઊંચે જાય–કે સિદ્ધ જેગીને જીવ કાયાને ભાર તજીને ઊંચે જાય એમ.
આકાશને દેવ રૂના પિલ જેવી એ વરાળને ઝીલી લે; ઝીલી ઝીલીને એને સંઘરે કરે, એ જ આકાશની જળભરી વાદળી; સૌની જિવાડનહાર!
- સાગરના ખારા ને મેલા જળના બદલામાં ધરતીને મીઠું અને નિર્મળ નીર પાછું આપવાનાં એ વાદળીનાં વ્રત.
એ પિતેય સુખી થાય અને આખી દુનિયાને સુખી કરે. એના દાને ફળ ઊગે, ફૂલ ખીલે અને ધરતી ધાનથી ભરી ભરી બની જાય. મહેરામણનાં મોતી પણ વાદળીનાં આ દાનમાંથી જ નીપજે.
જેવી આ વાદળી એવા જ આત્માના સાધકે, અવતારી આત્માઓ અને તીર્થકરેઃ પિતે તરે અને દુનિયાને તારે! પિતે ઊંચે ચડે અને દુનિયાને ઊંચે ચડાવે ! પિતે અનંત સુખ પામે અને આખી દુનિયાને અનંત સુખને માર્ગે દોરે! - એવા જ હતા શ્રમણ ભગવાન મહાવીરઃ પતે કેટલાં આકરાં તપ તપ્યાં, કેટલાં સ્થાન અને મૌન સેવ્યાં, કેટલાં દુઃખ સહન કર્યા અને અંતરને નિર્મળ કરવા કાયાને કેટકેટલાં કષ્ટની ભઠ્ઠીમાં તપાવી! અને છેવટે, મેઘના નિર્મળ અને મીઠા જળની જેમ, એ મહાપ્રભુની અહિંસા, મહાકરુણા અને મહાપ્રજ્ઞાનાં અમૃત સંસારને કેટકેટલી શાતા આપી ગયાં! . . . . - એ. કરુણાસાગર પ્રભુનાં ચેડાંક દર્શન કરીએ. .
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org