SearchBrowseAboutContactDonate
Page Preview
Page 39
Loading...
Download File
Download File
Page Text
________________ રય ' મધપયાગ, થંભી ગયા અને ઊંડા વિચારમાં ઊતરી ગયા. એમાં ભગવાન નેમિનાથ અને રામતીના વિવાહ અને વૈરાગ્યને આખો પ્રસંગ આલેખેલે હતે. પ્રાણીઓને જીવ બચાવવા નેમિકુમારે લગ્નને માંડવેથી રથ પાછો વાળી લીધે; અને આત્માને અહાલેખ જગાવવા એ ગિરનારના જોગી બની ગયા. ચિત્રમાંથી જાણે નેમિનાથનાં વૈરાગ્ય, અહિંસા, અર અને કરુણાના પડઘા ઊઠતા હતા. એ પડઘા પાર્વ કુમારના અંતરને સ્પર્શી ગયા. એમનું અંતર જાણે બેલી ઊડ્યુંઃ ધન્ય રે કરુણાસાગર નેમિનાથ ! ધન્ય તમારી કરુણા! ધન્ય તમારી વિશ્વમૈત્રી ! ધન્ય તમારી અવેરની ભાવના ! અને ધન્ય તમારી અહિંસા! આજથી તમારે માર્ગ એ જ મારે માર્ગ બનશે. કેઈ જીવની વિરાધના–હિંસા નહીં કરવાનું, અર, પ્રેમ, કરુણા, અહિંસા અને દયાનું પાલન અને એને વિશ્વમાં પ્રચાર કરવાનું વ્રત એ જ હવેથી મારી સાધના બનશે! અને જ્યારે રંગભર્યા રંગભવનમાંથી કુમાર પાર્શ્વ બહાર આવ્યા ત્યારે એમને જીવનરંગ સાવ બદલાઈ ગયે હતે. અને પિતાના સ્વામીને સંસારના વૈભવ-વિલાસમાં રેકી રાખવાની રાણી પ્રભાવતીની બધી આશા અસ્ત થઈ ગઈ હતી! એક જ ચિત્રે રાજકુમાર પાર્શ્વના મનનું ચિત્ર સાવ પલટી નાખ્યું હતું ! - હવે એમના અંતરમાં ભેગના બદલે ગન અહાલેખ જાગ્યું હતું, અને વૈભવ-વિલાસની વાસનાનું સ્થાન Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001056
Book TitlePadmaparag
Original Sutra AuthorN/A
AuthorRatilal D Desai
PublisherJaybhikkhu Sahitya Trust
Publication Year1974
Total Pages194
LanguageGujarati
ClassificationBook_Gujarati & Discourse
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy