________________
ન મારે વેર કે દ્વેષ
૨૧ પ્રભુવનની શોભા જેવા જેવી બની છે. અને ઉદ્યાનભવનમાં રચવામાં આવેલી ચિત્રાવલી તે ચિત્તનું હરણ કરી લે એવી મનહર બની છે—એક જુઓ અને એક ભૂલે ! કૃપા કરે અને ઉદ્યાનમાં પધારો!”.
.. - રાણી પ્રભાવતીને વનપાલકનું આ આમંત્રણ ગમી ગયું. એમને થયું ? વારે વારે વૈરાગ્યમાં ઊતરી જતા સ્વામી, કામદેવની કીડાભૂમિ સમી વસંતત્રતુનાં અને ઉદ્યાનના શૃંગારભવનનાં દર્શન કરે તો સારું. : એમણે વનપાળની પ્રાર્થના સ્વીકારી લીધી. રાણી પ્રભાવતી અને કુમાર પાર્શ્વ ઉદ્યાનમાં ગયાં. • શું એ ઉદ્યાનની શેભા! અને શું એ પુની માદક સૌરભ ! આખી ધરતી જાણે રંગબેરંગી પુષ્પોથી હસી ઊઠી હતી. • ઉદ્યાનનું નિરીક્ષણ પૂરું થયું અને વનપાળ એમને ઉદ્યાનભવનની ચિત્રાવલી બતાવવા લઈ ગયે. 1. ચિત્રે પણ એવાં મનહર કે જાણે સજીવન સૃષ્ટિ જ જોઈ લ્ય ! રંગ અને રેખાઓમાં ચેતન રેડવામાં કલાકારે કેંઈ વાતની ખામી રહેવા દીધી ન હતી. '
પાર્શ્વ કુમાર અને પ્રભાવતી ઉદ્યાનભવનમાં ચોમેર ફરીને ચિત્ર જોવામાં મગ્ન બની ગયાં. એ એક એક ચિત્ર જતાં અને એમના અંતરમાંથી આનંદ અને પ્રશંસાનાં વેણ નીકળી પડતાં. : ફરતા ફરતા કુમાર પાર્શ્વ એક સુંદર ચિત્રની પાસે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org