SearchBrowseAboutContactDonate
Page Preview
Page 34
Loading...
Download File
Download File
Page Text
________________ ન મારે વેર કે દ્વેષ સમગ્ર વિશ્વમાં અવેરની સ્થાપના થાય, અને મારે આત્મા સવ જીવાને મિત્ર બની રહે! v એક તરફ પ્રભાવતી સાથેના સંસારના આનદ, અને બીજી બાજુ અંતરમાં જાગતા આવા અજમ મનારથા : એવાં અવનવાં એ ભાવના-ચઢ્ઢા ઉપર રાજકુમાર પાર્શ્વના જીવનરથ આગળ વધી રહ્યો હતેા. એક દિવસની વાત છે. કુમાર પાર્શ્વ રાજપ્રાસાદના ગેાખમાં બડા છે. એ જુએ છે કે સેકડો નર-નારીઓને સમુદાય, પાણીના પ્રવાહની જેમ, એક જ દિશામાં જઈ રહ્યો છે. એમણે પરિચારકને પૂછ્યું': ‘ આખું નગર આજે કઈ તરફ વહી રહ્યું છે ? ’ પરિચારકે કહ્યું : સ્વામી ! નગરની બહાર કમઠ ૮ નામના એક મહાતપસ્વી અને મહાયેગી આવ્યા છે. એ પંચાગ્નિ પ્રગટાવીને કાયાની માયા-મમતા તમામ ઊતરી જાય એવું આકરું તપ કરે છે. એ એવાં એવાં કષ્ટ સહન કરે છે કે એ જોતાં કે સાંભળતાં જ હૈયું થંભી જાય, એની કીતિ ચાદિશામાં વિસ્તરી છે. . આ જનસમુદૃાય એમનાં દર્શન કરી પાવન થવા જઈ રહ્યો છે. " પાર્શ્વ કુમાર તેા અંતરથી જનમજનમના જોગી ! પેાતાના નગરમાં આવા મહાયેગી આવ્યાની વાત સાંભળી એ બેસી કેમ રહી શકે ? એ તે! તરત જ પેાતાના પરિચારક સાથે તાપસ કમઠની પાસે પહોંચ્યા. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001056
Book TitlePadmaparag
Original Sutra AuthorN/A
AuthorRatilal D Desai
PublisherJaybhikkhu Sahitya Trust
Publication Year1974
Total Pages194
LanguageGujarati
ClassificationBook_Gujarati & Discourse
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy