SearchBrowseAboutContactDonate
Page Preview
Page 32
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૫ એ મારે વેર કે દ્વેષ કુમારે એટલું જ કહ્યું : “રાજન ! યુદ્ધને માર્ગ સ્વીકારીને, અને આપણા પિતાના મમતને ભયંકરૂપ આપીને, નિર્દોષ માનવીઓનો સંહાર કરીને બળિયાના બે ભાગ જેવું કરવું છે કે હૃદયને જાગૃત કરીને ન્યાય-નીતિનું બહુમાન કરવું છે? જો આપણે યુદ્ધને રાહ સ્વીકાર્યો તે કાળ જશે અને કહેણી રહી જશે કે એક સ્ત્રીને માટે બે રાજ્યએ પિતાની પ્રજા અને સેનાને સંહાર નોતરવામાં તેમ જ ધરતીને ખેદાનમેદાન કરવામાં પાછું વાળીને જોયું ન હતું! બેલે કલિંગરાજ, આપણી આવતી અનેક પેઢીઓ માટે આવું કલંક વહોરવું છે કે કરુણું અને અહિંસાનો માર્ગ સ્વીકારીને જીવનને નિષ્કલંક કરવું છે? સારું એ તમારું ! તમારે નિર્ણય એ જ આજનો યુદ્ધ કે શાંતિને આખરી નિર્ણય બનશે.” કલિંગરાજ અને એમના સાથીઓ કુમારની વાત સાંભળીને વિચારમાં પડી ગયા. આવી સીધી-સાદી વાતને શું જવાબ આપ, એ નકકી કરવું મુશ્કેલ હતું. પણ છેવટે એ કરુણામૂતિ અને અવૈરના અવતાર સમા રાજકુમારની વાત સૌના અંતરમાં વસી ગઈ અને યુદ્ધના એલા અદશ્ય થઈ ગયા અને સર્વત્ર શાંતિ અને સુલેહના સમીર વાઈ રહ્યા. રાજા પ્રસેનજિત અને કલિંગરાજ તેમ જ બીજા રાજાઓ એકબીજાને પ્રેમથી ભેટયાઃ જાણે ત્યાં મૈત્રીભાવનું શાસને પ્રવર્તી રહ્યું! દેવેનેય દુર્લભ એવું એ પાવન દશ્ય જોઈ સૌની આંખે હર્ષાશ્રુથી ભીની થઈ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001056
Book TitlePadmaparag
Original Sutra AuthorN/A
AuthorRatilal D Desai
PublisherJaybhikkhu Sahitya Trust
Publication Year1974
Total Pages194
LanguageGujarati
ClassificationBook_Gujarati & Discourse
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy