________________
ન મારે વેર કે દ્વેષ પ્રતિષ્ઠાનું જતન કરવાને આ અવસર છે; અને એમાં અમારા રાજવી આપની સહાય ઈચ્છે છે. રાજન ! મારી વાત પૂરી થઈ. હવે શું કરવું અને અમારા મહારાજને શું જવાબ આપવો એ આપના અખત્યારની વાત છે.' - રાજા અશ્વસેન અને આખી રાજસભામાં એક પ્રકારની ઉત્તેજના વ્યાપી ગઈ આપણી પ્રતિષ્ઠા ઉપર આવું આક્રમણ! આને તે સત્વરે પ્રતિકાર જ થવો ઘટે. - રાજાજીએ ચતુરંગી સેનાને સજ્જ કરવાની આજ્ઞા આપી દીધી, અને પિતે સેનાધ્યક્ષે અને મંત્રીઓ સાથે મંત્રણ કરવા મંત્રણાખંડમાં ચાલ્યા ગયા.
અને યુદ્ધના ઉત્તેજક વાતાવરણ વચ્ચે રાજસભા વિસર્જન થઈ
રાજદૂત પુસષત્તમના અંતરમાં પોતાનું કાર્ય પાર પાડડ્યાનો સંતોષ વ્યાપી રહ્યો.
મૂછનો દેરે તે હજી ફૂટું ફૂટું થઈ રહ્યો છે, છતાં કે તેજસ્વી અને તરવરિયે જુવાન ! એ છે કાશીદેશને પાટવીકુંવર કુમાર પાન્ધ. - કાશીરાજની યુદ્ધમંત્રણ હજી પૂરી થઈ નથી; છેવટને નિર્ણય લેવાને હજી બાકી છે ત્યાં યુવરાજ પાર્શ્વ કુમાર મંત્રણાખંડમાં પહોંચી ગયા અને પિતા અશ્વસેનને હાથ જેડીને વીનવી રહ્યાઃ “પિતાજી, મેં બધી વાત જાણી છે, અને
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org