________________
પદ્મપરાગ “સખીઓએ રાજકુમારીનો સંકલ્પ રાજા પ્રસેનજિત અને રાણી સ્વયંપ્રભાને નિવેદિત કર્યો. પિતાને ભાર પિતાની પુત્રી જ ઓછા કરવા તૈયાર થઈ છે અને પિતાને સુગ્ય જમાઈ અને ઉત્તમ કુળ મળવાનાં છે, એથી રાજા-રાણી ખૂબ રાજી થયાં અને કન્યાના વાગ્દાનની તૈયારી કરવા લાગ્યાં. રાજમહેલમાં અને નગરમાં બધે આ વાતથી આનંદ-આનંદ પ્રસરી રહ્યો. હવે તે માત્ર મુખ્ય મંત્રીને મોકલીને આપની અનુમતિ મેળવવાની જ વાર હતી.” - દૂત પળવાર છે .
રાજા અશ્વસેન અને સભાજને દૂતનું કથન ઉત્સુકતાપૂર્વક સાંભળી રહ્યા. - ફતે પિતાની વાત આગળ ચલાવીઃ “પણ રાજન ! આવું ઉત્તમ સ્ત્રીરત્ન પિતાના હાથમાંથી ચાલ્યું જાય, એ કલિંગના રાજાને અને એના પક્ષના નાના-મોટા રાજાઓને ન રુચ્યું. એમણે કુમારી પ્રભાવતીને પિતાને સોંપી દેવાની માગણું કરી; અને નહીં તે યુદ્ધને માટે સજ્જ થવા રાજા પ્રસેનજિતને પડકાર કર્યો. મહારાજ, હવે તે એ બધાય રાજાઓ એક થઈને કુશસ્થળનગર ઉપર આક્રમણ કરવા તલપી રહ્યા છે. રાજા પ્રસેનજિત પણ કંઈ પાછા પડે એવા નથી, એ પણ પિતાની સેના સજજ કરીને તૈયાર ઊભા છે. પણ આ તે કુશસ્થલના સર્વનાશને અને રાજા પ્રસેનજિતની અને આપની પણ પ્રતિષ્ઠાનો સવાલ બની ગયો છે. આવા અધમી અને અન્યાયી રાજાઓની સામે થઈને આપણું બનેની
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org