________________
તમારે વેર કે દ્વેષ
અને પ્રજાથી છાની કોઈ વાત ન થઈ શકે. એમને વિશ્વાસમાં લીધા પછી જ મીજા રાજ્યને યુદ્ધમાં સહાય આપી શકાય. માટે જે કઈ કારણ હાય તે સ્પષ્ટ નિવેન્દ્રિત કરી. પછી જ તમારા રાજવીની માગણીના સ્વીકાર-અસ્વીકારના અમારાથી વિચાર થઈ શકશે. વાત ગમે તેવી હશે, એનેા સબંધ અમારી પેાતાની જાત સાથે હશે, તે પણ અમે એ સ્વસ્થતાથી સાંભળીશું અને એના ઉપર પૂરતી વિચારણા-મંત્રણા કર્યાં પછી અમારે શુ કરવુ એને નિર્ણય કરીશું. તમને એવી વાત રાજસભામાં કરવા માટે અમારું અભય છે; તમારા વાળ પણ વાંક નહીં થાય. અને દૂતને તેા રાજનીતિએ સદાસદા અભય જ આપેલ છે.’
દૂતે પેાતાના સંકાચ દૂર કરીને કહ્યું: ‘ મહારાજ, અમારા રાજા પ્રસેનજિતની પુત્રી પ્રભાવતી ભારે રૂપ-ગુણુસ’પન્ન રાજકુમારી છે. ચૌવનના ઉંબરે ઊભેલી અમારી રાજકુમારી અત્યારે તેા રૂપ-રૂપને અવતાર બની ગઈ છે. એમાંય એનાં વિનય, વિવેક અને દાક્ષિણ્ય તે ભલભલાને હેત ઉપજાવે એવાં છે, અને એ અનેક વિદ્યા અને કળામાં નિપુણ અનેલ છે. એણે આપના પુત્ર કુમાર પાર્શ્વનાં વખાણુ સાંભળ્યાં, અને એણે મનથી કુમાર પાર્શ્વની અર્ધા ગિની બનવાના સંકલ્પ કર્યાં, કુમારી પ્રભાવતી અંતરમાં કુમાર પાર્શ્વને વરીને જીવનને ઉજમાળ બનાવવાના કઈ કઈ કાડ ઊભરાય છે. રાજન્ , કુમાર પાર્શ્વ અને કુમારી પ્રભાવતીની જોડ તે દેવાનેય અદેખાઈ આવે એવી છે. એક સ્યામસુંદર નર; એક રૂપસુંદરી નારી! કેવી જુગલજોડી !
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org