SearchBrowseAboutContactDonate
Page Preview
Page 23
Loading...
Download File
Download File
Page Text
________________ પદ્મપરાગ દૂતની ઉત્સુક્તા વધી ગઈ રાજાજી કે ઉત્તર આપશે ? રાજસભા પણ વિચારમાં પડી ગઈ કે આવા શુરાતન પ્રગટ કરવાના સમયે આપણા રાજવી કેમ મૌન અને વિચારમગ્ન થઈ ગયા? પરિસ્થિતિની વધુ સ્પષ્ટતા મેળવવા રાજા અશ્વસેને દૂતને કહ્યું : “પણ રાજદૂત, તમે યુદ્ધની, અન્યાયની અને અમારી સહાયની વાત તો કરી, પણ અન્યાયનું કારણ ના કહ્યું. એવું કેમ ન હોય કે તમારા રાજા પ્રસેનજિતની કઈ ભૂલનું જ આ દુષ્પરિણામ જાગ્યું હોય? માટે તમારી વાતનું મૂળ રાજસભાને નિવેદિત કરે!” દૂતે કહ્યું: “મહારાજ ! કારણ સ્પષ્ટ છે, અને બહુ સબળ પણ છે. પણ અહીં નિવેદન કરતાં સંકોચ થાય છે.” રાજા અશ્વસેને તત જ કહ્યું : “દૂત, રાજકાજમાં અને તેમાંય યુદ્ધને નિર્ણય કરે છે, એમાં તે શરમ કે સંકેચને સ્થાન હોય જ નહીં. તમને અન્યાય થયાનું જે કારણ હોય એ વિના સંકેચે સભામાં રજૂ કરે!” દૂતને હજીય વાતની વધુ ચોખવટ કરવી જરૂરી લાગી. એણે વધારે વિનમ્ર બનીને કહ્યું : “સ્વામી! એ કારણને સીધે સંબંધ આપની પિતાની સાથે છે, એટલે ભરી સભામાં એનું કથન કરતાં જીભ ઊપડતી નથી. છતાં આપને એ જાણવાનો આગ્રહ હોય તો એકાંતમાં...” પણ દૂતની વાતને વચમાંથી જ અટકાવી રાજા અશ્વસેને કહ્યું : “રાજદૂત! આ તે યુદ્ધના મામલા! એમાં રાજસભા Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001056
Book TitlePadmaparag
Original Sutra AuthorN/A
AuthorRatilal D Desai
PublisherJaybhikkhu Sahitya Trust
Publication Year1974
Total Pages194
LanguageGujarati
ClassificationBook_Gujarati & Discourse
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy