________________
ન મારે વેર કે દ્વેષ
એ લાગણી જાણે આખી રાજસભાને સ્પર્શી ગઈ.
થોડીવારે દૂતે પોતાનું કથન આગળ ચલાવતાં કહ્યું : પ્રભુ, જ્યાં એકની સામે અનેક હોય, અને કીડીને માથે કટક લઈ જવા જેવી વિષમ સ્થિતિ ઊભી થઈ હોય, ત્યાં શૂરાતનના અવતાર સમે માનવી પણ શું કરી શકે? અમારા રાજવી પ્રસેનજિતને મન મેત તે બાળકની કીડા સમાન છે, અને પિતાના સૈન્ય સાથે એ દુશ્મનના સામના માટે પણ તૈયાર છે, છતાં આજે બીજાની સહાય વગર જન્મભૂમિનું અને પ્રજાનું રક્ષણ શક્ય નથી. મહારાજ, આ માટે અમારે આપની સહાય જોઈએ. આપની સહાય હશે તે આ અન્યાયને અમે સત્વરે પ્રતિકાર કરી શકીશું. પ્રભુ, કૃપા કરી અમારી માગણીને આપ સ્વીકાર કરશે, એવી અમારા રાજવીની આપને વિજ્ઞપ્તિ છે.”
દૂત પુરુષોત્તમે પોતાની વાત પૂરી કરી, અને એ ઉત્સુકતાપૂર્વક જવાબની રાહ જોઈ રહ્યો.
રાજા અશ્વસેન તે ભારે વિવેકવંત અને ચકેર પુરુષ હતા. એમણે વિચાર્યુંઃ રાજકાજ તો હમેશાં કલેશ-કંકાસનું મૂળ ગણાય. એમાં તે સાચા કારણેય વિખવાદ જાગે, અને કારણ વગર કેવળ મનના કારણે પણ વૈર-વિરોધના વંટોળિયા ઊઠવા લાગે. એટલે આમાં સારાસારને વિવેક કરે ઘટે. સમજણ વગર, એકને સહાય કરવા જતાં, ક્યાંક બન્નેના વરાગ્નિમાં પાણીને બદલે ઘી ન રેડાય એને વિચાર કરે એ જ સાચી રાજનીતિ ગણાય. - રાજવી પળવાર મૌન રહ્યા, ઊંડા વિચારમાં ઊતરી ગયા.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org