________________
પદ્મપરાગ
રાજા પ્રસેનજિતના દૂત પુરુષોત્તમે મસ્તક નમાવ્યું, અને પોતાની વાત શરૂ કરીઃ “મહારાજ, આજે કુશસ્થલ નગરના પાડેશી રાજાઓ અમારા દુશ્મન બન્યા છે, અને નગર ઉપર આક્રમણ કરવા તૈયાર થઈને બેઠા છે. નિદોર્ષ હરણ ઉપર ક્રૂર વરુઓ ત્રાટકે એ ઘાટ રચાઈ ગયું છે.
ક્યારે શું થશે, અમારી નગરી ક્યારે રેલાઈ જશે, અને નિર્દોષ પ્રજાને માથે આફતને પહાડ ક્યારે તૂટી પડશે, એ કહી શકાય એમ નથી. આજે તે અમારા માટે ખરેખરી જીવનમરણની ઘડી ઊભી થઈ છે. આ આફત અને આ સર્વનાશમાંથી કેમ ઊગરવું એ જ અમારી અને અમારા રાજવી પ્રસેનજિતની ચિંતાનો વિષય બન્યું છે.'
રાજા અશ્વસેન વધુ એકાગ્ર બની સાંભળી રહ્યા.
દૂતે પોતાની વાત આગળ ચલાવીઃ “રાજન્ ! અમારા રાજવી પ્રસેનજિત તે શૂરાતનના અવતાર છે. રણમાં શત્રુને પીઠ બતાવવી કે જીવ બચાવવા રણભૂમિમાંથી નાસી છૂટવું, એનાં કરતાં તે રણમાં સદાને માટે સાથરે કરે, એને જ એ વધારે ચાહનારા છે. અપકીર્તિભર્યા જીવન કરતાં માનભર્યું મત એમને વધારે પસંદ છે. પણ મહારાજ, આજે તે સ્થિતિ એવી ઊભી થઈ છે કે અનેક માનવીઓની આહુતિ આપવા છતાં, રુધિરની સરિતા ફેલાવવા છતાં, અને વૈરના હુતાશનને ખૂબ ખૂબ પ્રગટાવવા છતાં, અમારી નગરીને અને અમારી પ્રાણપ્યારી જન્મભૂમિને ઉગારી શકવાની કેઈ આશા દેખાતી નથી.”દૂતને સ્વર લાગણીભીને બની ગયે. એ પિતાના ચિત્તને સ્વસ્થ કરવા પળવાર છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org