SearchBrowseAboutContactDonate
Page Preview
Page 190
Loading...
Download File
Download File
Page Text
________________ જ્ઞાનપંચમી ૧૭૩ જાય, એમ કેવળજ્ઞાનમાં બધાંય જ્ઞાન સમાઈ જાય. એ. જ્ઞાનથી આત્માનો અને વિશ્વનો સંપૂર્ણ સાક્ષાત્કાર થાય. જ્ઞાનની આરાધનાનું આ તપ વિધિ સહિત જે આચરશે તેના અંતરમાં જ્ઞાનદીપકનાં અજવાળાં અજવાળાં પથરાઈ જશે. સાંભળે ત્યારે એને વિધિઃ - કારતક સુદિ પાંચમ એ એ તપની આરાધનની મોટી પંચમી! એનું નામ જ્ઞાનપંચમીનું મહાપર્વ. લોકે એને સૌભાગ્યપંચમી પણ કહે છે. એને આરાધનાથી આત્મા સાચે સૌભાગ્યશાળી બને છે. એ પાંચમથી આ તપનો આરંભ કરે. દર અજવાળી પાંચમે એક ટંક જમીને એકાસણું કરવું; વધારે. શક્તિ હોય તે સાવ લૂખું અને નીરસ ભેજન એક વખત જમીને આયંબિલ કરવું; અને એથીય વધારે શક્તિ પહોંચતી હોય તે ભજનને સદંતર ત્યાગ કરીને ઉપવાસ કરે. ઉપવાસ થઈ શકે તે એ સર્વથી ઉત્તમ. એ રીતે પાંચ વરસ અને પાંચ માસ લગી અખંડપણે આ તપ આરાધન કરવું. દર મહિને ન થઈ શકે તે જિંદગી પર્યત દર વર્ષે જ્ઞાનપંચમીના પર્વ દિવસે આ તપનું આરાધન અવશ્ય કરવું. તપના દિવસે બન્ને વખત પ્રતિક્રમણ કરવું, દેવવંદન કરવું અને ભાવભક્તિપૂર્વક પ્રભુની પૂજા કરવી. અંતરમાં જ્ઞાનદીપકનું આવાહન કરવા “હ્રીં નમે નાણસ્સ' પદના બે હજાર જાપ કરવા; ચિત્તને એકાગ્ર કરવા Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001056
Book TitlePadmaparag
Original Sutra AuthorN/A
AuthorRatilal D Desai
PublisherJaybhikkhu Sahitya Trust
Publication Year1974
Total Pages194
LanguageGujarati
ClassificationBook_Gujarati & Discourse
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy