________________
૧૭૨
પદ્મપરાગ
તેવી ભરણું, પણ તપથી પાર ઉતરણી! પાપ ગમે તેવું હોય, પણ પ્રાયશ્ચિત્ત અને તપથી એ દૂર થઈ શકે છે. ગુણમંજરી અને વરદત્ત અને આત્માઓ અત્યારે જ્ઞાના- વરણીય કર્મનાં આકરાં ફળ ભેગવે છે. જ્ઞાનાવરણીય કર્મ દૂર કરવા માટે ભગવાને જ્ઞાનપંચમીનું મહાતપ કહ્યું છે. જે નરનારી એ મહાતપને વિધિ સહિત આરાધે છે એના જનમજનમના જ્ઞાનાવરણીય કર્મના બંધ છૂટા પડે છે, એના અજ્ઞાનનાં અંધારા ઉલેચાઈ જાય છે, અને એના અંતરમાં જ્ઞાનને પ્રકાશ પથરાઈ રહે છે.”
છયે જણ શાંત ચિત્તે ગુરુની વાણી સાંભળી રહ્યાં. એમના માટે તે જાણે આ અમૃતવર્ષા થઈ રહી હતી; સૌ પળવાર માટે બધે શેકસંતાપ વીસરી ગયાં!
ગુરુએ આ દોષના નિવારણના તપને વિધિ અને મહિમા વર્ણવતાં કહ્યું :
જ્ઞાનીઓએ જ્ઞાનના પાંચ પ્રકાર કહ્યા છેઃ સૌ જેમાં સમજણની ડીઝાઝી પણ સંજ્ઞા હોય જ; જ્ઞાનને સર્વથા અભાવ તે કઈ પણ જીવમાં ન સંભવે : એ મતિજ્ઞાનને પ્રભાવ. શાસ્ત્રો ભણી-ભણાવીને જે જ્ઞાન પ્રગટે એ શ્રુતજ્ઞાન. ઇન્દ્રિયની કઈ મદદ લીધા વગર દૂર દૂરના ભેદ પામી શકે એનું નામ અવધિજ્ઞાન. સામાના મનની ભીતરના ભેદ પારખી જવાની શક્તિ એ મન:પર્યવજ્ઞાનને પ્રભાવ. અને ત્રણે લેક અને ત્રણે કાળના ભેદ-પ્રભેદને જે જાણી શકે એનું નામ કેવળજ્ઞાન. હાથીના પગલામાં બધાં પગલાં સમાઈ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org