________________
પદ્મપરાગ
સમાધાન કરતા જ ગયા. આચાર્યની ધીરજ, સમતા અને વિદ્વત્તા જાણે આજે કસોટીએ ચડી હતી.
પણ છેવટે આચાર્ય કંટાળી ગયા; એમની ધીરજને અંત આવી ગયે. એમને થયું: “આ શાસ્ત્રજ્ઞાનનો આ તે કે લાભ કે બે ઘડી સુખે સૂવા પણ ન મળે! આના કરતાં તે મારા વડીલ બંધુ વસુસાર મુનિનું જીવન કેવું સુખમાં વીતે છે ! ન કેઈ ચિંતા, ન કેઈ ફિકર ! આ તે મેં જ્ઞાન પ્રાપ્ત કર્યું કે ઉપાધિ ઉછીની લીધી ! મારા કરતાં તે અણભણ્યા કે ઓછું ભણ્યા સારા ! ભાઈ, ધરાઈ ગયા આ જ્ઞાનથી તે ! શાસ્ત્રબોધને ભાર બહુ ઉપાડ્યો. હવે બસ !” જાણે આચાર્યને જ્ઞાન અકારું થઈ ગયું. - આમ વસુદેવ આચાર્યને વર્ષોની સાધના પછી મેળવેલ શાસ્ત્રજ્ઞાનને આનંદ વિષાદમાં ફેરવાઈ ગયે. અને જે શાસ્ત્રજ્ઞાન આત્માની મસ્તી અને નિજાનંદના અનુભવનું નિમિત્ત બનવું જોઈએ તે ચિત્તના કલેશનું અને અફસનું કારણ બની ગયું !
એમણે નક્કી કર્યુંસર્યું હવે ભણવા અને ભણુવવાથી. જાણે આત્માના જ્ઞાનના બારણું ઉપર આચાર્ય વસુદેવે અવિવેક અને અવિનયનાં તાળાં લગાવી દીધાં અને અમૃતને કુંભ ફેડીને વિષને કુંભ અંતરમાં ગોઠવી દીધે! જ્ઞાન, જ્ઞાની અને જ્ઞાનનાં સાધન એમને હવે અણગમતાં થઈ પડ્યાં હતાં !
કેવા મેટા અને કેવા જ્ઞાની આચાર્ય ! પણ બિચારા પળવારમાં જીતેલી બાજી હારી ગયા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org