________________
જ્ઞાનપંચમી
ભાઈનાં હૈયાંમાં ગુરુની જ્ઞાન, ધ્યાન અને વૈરાગ્યની ભાવનાથી ઊભરાતી વાણી વસી ગઈ અને પિતાની અનુમતિ લઈને અને સદાને માટે ગુરુચરણના દાસ બની ગયા.
નાના ભાઈ વસુદેવ મુનિ ભારે બુદ્ધિશાળી, ગમે તે વિઘા તરત જ એમના કઠે વસી જાય; અને ચારિત્ર પણ તલવારની ધાર જેવું અણીશુદ્ધ પાળે. થડા વખતમાં તે એ સમર્થ વાચનાચાર્ય બની ગયા. અનેક સાધુઓ એમની પાસે ભણવા (વાચના લેવા) આવવા લાગ્યા. ચારે કેર એમના જ્ઞાન અને ચારિત્રની ભારે પ્રશંસા થઈ રહી.
મોટા ભાઈ વસુસારને અધ્યયન-અધ્યાપનની ઝાઝી માથાકૂટ કરવી ગમે જ નહીં. એ તે ઘડી બે ઘડી વાંચે, ભણે ને કિયા કરે, અને બાકીને આખો દિવસ સુખશાંતિમાં પસાર કરે ! ઊંઘ પણ એવી નિરાંતની લે કે જાણે ન કેઈ ચિંતા, ન કેઈ ઉપાધિ ! સાવ બેફિકર જીવ!
એક દિવસની વાત છે. જ્ઞાની આચાર્ય વસુદેવ આરામ લેવા આડે પડખે થયા હતા. જરાક આંખ મળી ન મળી એટલામાં એક સાધુ પિતાની શંકા પૂછવા આવ્યા. એ શંકાનું નિવારણ કરીને ગયા ત્યાં બીજા સાધુ શંકાસમાધાન માટે આવી પહોંચ્યા. એ ગયા ત્યાં ત્રીજા શ્રમણ પિતાની જિજ્ઞાસાને સંતોષવા આવી પહોંચ્યા !
ન માલૂમ આજ દિવસ કે ઊગે હતે ! એ ગયા અને વળી નવા મુનિ આવી પહોંચ્યા. જાણે આજે મુનિવરેની જ્ઞાનક્ષુધા ઊઘડી ગઈ હોય એમ એક પછી એક મુનિવરે આવતા જ રહ્યા અને આચાર્ય વસુદેવ એમનું
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org