________________
પદ્મપરાગ
જોગવી રહ્યાં છે.”
શ્રેષ્ઠી અને રાજા પોતાના નાનામોટાપણાના ભેદને ભૂલી જઈને પોતપોતાનાં સંતાનની દુઃખકથની એકચિત્તે સાંભળી રહ્યા. સમાનદુઃખિયા બનીને આજે જાણે એ મિત્રો બની ગયા હતા.
ગુરુએ ગુણમંજરીનાં કર્મ વર્ણવતાં કહ્યુંઃ
હજી ડાંક વર્ષ પહેલાની જ વાત છે. ધાતકી ખંડમાં ખેટકપુર નામે નગર. એમાં જિનદેવ નામે ગૃહસ્થ અને સુંદરી નામે એની સ્ત્રી રહે. સ્ત્રીનું નામ તે સુંદરી, પણ જાણે શંખણીને અવતાર! કંકાસમાં તે એને જોટો જ ન જડે! કર્કશા પણ એવી કે સૌ એનાથી ત્રાહ્ય ત્રાહ્ય પોકારે ! બેટાં કામ કરવામાં એને જરાય સંકેચ કે શરમ નહીં!
એમને પાંચ પુત્ર અને ચાર પુત્રીઓ. જિનદેવે પાંચે દીકરાને ગુરુ પાસે ભણવા મૂક્યા. પણ છોકરા તો માના સંસ્કારમાં ઊછરેલા, એટલે એવા આળસુ, એવા અવળચંડા, એવા તોફાની અને એવા અવિનયી કે જાણે માતેલા સાંઢ જેઈ ! ગુરુને એ તોબા પિકરાવે, અને ગુરુનું કહ્યું કશું કાને ધરે જ નહીં ! ગુરુની બધી મહેનત કેવળ પથ્થર ઉપર પાણી !
એક વાર છોકરાઓના તોફાને માઝા મૂકી. ગુરુ તે પળવાર ભારે વિમાસણમાં પડી ગયા. પણ છેવટે એમને થયું, જેનાથી ભૂત પણ ભાગે એ ચૌદમા રતનને ઉપયોગ કર્યા વગર હવે કામ નથી ચાલવાનું. ગુરુને હાથ ઊપડ્યો,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org