SearchBrowseAboutContactDonate
Page Preview
Page 176
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૫૯ જ્ઞાનપંચમી જ સમાઈ જાય એમ ! આ તે મેઢે ડૂચો અને ઉપરથી માર, એવી વિચિત્ર સ્થિતિ હતી: ન મનમાં સહેવાય અને ન મેઢેથી કશું બેલાય! માતા-પિતા તે પુત્રીને સાજી કરવા કંઈ કંઈ ચિંતા કર્યા કરતાં; રાત અને દિવસ એમને એની જ ચિંતા સતાવ્યા કરતી. એમણે કંઈક ઔષધ ક્ય, કંઈક ઉપચાર અજમાવ્યા, કંઈક દડધામ કરી, પણ એ બધું ખારાપાટમાં બી વાવ્યા જેવું કે પાછું વાવ્યા જેવું અફળ ગયું ! પુત્રીના ભાગ્યનું પાંદડું ન ફર્યું તે ન જ ફયું! રેગી તે કંઈક જોયા, અને કંઈક સાજા-સારા પણ થઈ ગયા; પણ ગુણમંજરીને રોગ જાણે અમરપટો લખાવીને કે હઠીલે બનીને આવ્યું હતે ગમે તેટલા ઉપાય કરે, પણ કેઈ ઉપાયે હઠતે જ ન હતે. બિચારી ગુણસુંદરી મૂંગી મૂંગી બધું સહન કરી લેતી; અને એમ ને એમ દિવસે દુઃખમાં વિતાવતી. સંસારી લેકોએ દીકરીને અને ઉકરડીને સરખી કહી છેઃ દિવસે ન વધે એટલી રાતે વધે, અને રાતે ન વધે એટલી દિવસે વધે ! વધતાં તે જાણે એને વાર જ નહીં !. - ગુણમંજરીની કાયા પણ મોટી થવા લાગી; પણ રેગ તે એને એવો ને એ જ વળગી રહ્યો ! - કુમારિકા કૌમાર્ય વટાવી સોળ વર્ષે યૌવનને આંગણે પગલાં માંડે અને એની કાયા શુકલ પક્ષના ચંદ્રની જેમ સેળે કળાએ ખીલવા માંડે. . Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001056
Book TitlePadmaparag
Original Sutra AuthorN/A
AuthorRatilal D Desai
PublisherJaybhikkhu Sahitya Trust
Publication Year1974
Total Pages194
LanguageGujarati
ClassificationBook_Gujarati & Discourse
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy