SearchBrowseAboutContactDonate
Page Preview
Page 174
Loading...
Download File
Download File
Page Text
________________ જ્ઞાનપંચમી ૧૫૭ છે. એમને વ્યવહાર પહેાળે છે, એમને રેટલે મોટો છે, એમનું દિલ ઉદાર છે અને કેઈનું પણ ભલું કરીને એ સદા રાજી રાજી રહે છેએવાં એ પરગજુ છે. કેઈન ભૂંડામાં તે એ ઊભાં પણ રહેતાં નથી. આવા શાણા શેઠ અને આવાં પરગજુ શેઠાણ નિત્ય. ધર્મ કરે છે, દાન કરે છે અને પુણ્ય કરે છે. શેઠ-શેઠાણીને સંસાર સુખપૂર્વક ચાલ્યા જાય છે. પણ સંસાર તે વિચિત્રતાને ભંડાર છે ! એ ન કરવાનું કરે છે, અને ન દેખવાનું દેખાડે છે. સુખ અને દુઃખ પણ એની જ કરામત છે. ગુલાબને એણે કાંટા આપ્યા અને કાદવને કમળનું દાન આપ્યું ! શેઠ-શેઠાણીને ત્યાં એક દીકરી અવતરી. એ સમજ્યાં કે ઘર ભર્યું ભર્યું થયું! એનું નામ પણ મજાનું રાખ્યું : ગુણમંજરી ! સાંભળતાં જ ગમી જાય એવું ! પણ દીકરી એવા કર્મસંગ લઈને આવી હતી કે ન મળે એનામાં ગુણનું ગૌરવ અને ન મળે મંજરીની કુમાશ કે સુવાસ! જન્મી તે હતી એ લાખોપતિ પિતાના ઘરમાં, અને ગુણિયલ માતાની કુક્ષિએ, પણ ભારે અવળું ભાગ્ય લઈને અવતરી હતી ! કાયા જુઓ તે કેવળ રોગનું ઘર બની હતી! અને જીભ તે એને જાણે હતી જ નહીં–સાવ વાચા વગરની, નરી મૂંગી! એના કરતાં તે પશુય સારુ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001056
Book TitlePadmaparag
Original Sutra AuthorN/A
AuthorRatilal D Desai
PublisherJaybhikkhu Sahitya Trust
Publication Year1974
Total Pages194
LanguageGujarati
ClassificationBook_Gujarati & Discourse
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy