SearchBrowseAboutContactDonate
Page Preview
Page 167
Loading...
Download File
Download File
Page Text
________________ પદ્મપા ત્યાં આઘે આઘે એક નારી ઊભી હતી, મંત્રી વસ્તુપાલના ઘરની એ દાસી. ભૂપલા એનુ નામ. એના અંતરને પણ આ ભાવના સ્પશી ગઈ. એનું અંતર પ્રભુભક્તિની ભાવનાથી ઊભરાઈ ગયું. એને થયું : હું ગરીબ ! મારા જેવી ૨ક નારી આજે આ મહાપ્રભુને ચરણે શી ભેટ ધરી શકે અને પેાતાના પામર જીવનને કેવી રીતે કૃતાર્થ કરી શકે? ૧૫૦ પળવાર એ જાણે વિચારમાં ખાવાઈ ગઈ. એનુ ભાવભયું" અંતર કંઈક નિરાશા અને એશિયાળાપણું અનુભવી રહ્યું. પણ પછી, જાણે અંતરમાં પ્રકાશ ઝળહળી ઊઠયો હાય એમ, એ માનવમેદનીની વચ્ચેથી માગ કરતી આગળ આવી અને યુગાદિદેવની સામે કર જોડી નત મસ્તકે ખડી રહી. ક્ષણવાર એણે મન ભરીને પ્રભુને નીરખી લીધા; અને પછી પેાતાના જીવનના સસ્વ સમે બહુમૂલે હાર પેાતાના કંઠમાંથી કાઢીને પ્રભુને ચરણે ધરી દીધા ! ફરી એણે પ્રભુનાં દર્શન કર્યાં અને પાછી ફ્રીને એ મેદ્યનીમાં સમાઈ ગઈ. એનું ચિત્ત પ્રભુભક્તિની પ્રસન્નતા માણી રહ્યું. દાસી ભૃપલાની ભાવના તે દિવસે અમૂલ્ય બની ગઈ, અમર થઈ ગઈ! સૌ એ નારીની ભાવના, ભક્તિ અને સમવૃત્તિને અભિનંદી રહ્યાં, અભિવઢી રહ્યાં ! * * બીજે દિવસે ગિરિરાજ પર ઇંદ્રોત્સવ ઊજવવાને Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001056
Book TitlePadmaparag
Original Sutra AuthorN/A
AuthorRatilal D Desai
PublisherJaybhikkhu Sahitya Trust
Publication Year1974
Total Pages194
LanguageGujarati
ClassificationBook_Gujarati & Discourse
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy