________________
ભાવનાનાં મૂલ
૧૪૯ મહામંત્રી વસ્તુપાળ સંઘ સાથે યુગના આદિ પુરુષ દેવાધિદેવ આદિનાથના દરબારમાં આવી પહેંચ્યા.
મંત્રીશ્વરે આંસુભીની આંખે પરમાત્માનાં દર્શન કર્યા, અને લાગણીભીના સ્વરે મહાપ્રભુની સ્તુતિ કરી. મંત્રીશ્વરના મુખ ઉપર મનના મરથ ફળ્યાને સંતોષ અને આનંદ વિલસી રહ્યો.
મંત્રીશ્વરની ભાવના સમસ્ત સંઘના હૈયાને સ્પર્શી ગઈ. સી ગદ્ગદિત બનીને એક બાજુ ધર્મનાયક જિનેશ્વરને અને બીજી બાજુ ધર્મપ્રાણ મંત્રીશ્વરને નીરખી રહ્યાં. પળવાર ત્યાં ભાવનાની સ્તબ્ધતા છાઈ રહી.
પિતાની ભાવનાની સિદ્ધિની પળે મંત્રીશ્વરનું અંતર હર્ષાતિરેકથી ઊભરાઈ ગયું. એમનાં નેત્રે પ્રભુચરણને આંસુનો અભિષેક કરી રહ્યાં. ધન્ય પ્રભુ, ધન્ય! એમનું અંતર પ્રભુના જયનાદથી ગુંજી ઊઠયું.
મંદિરને વિશાળ ઘુંમટ ભગવાન આદીશ્વરના જયનાદથી ભરાઈ ગયે. એ જયનાદના પડઘા ગિરિરાજનાં શિખરે શિખરે ગાજી ઊઠ્યા.
પછી તે મહામાત્ય વસ્તુપાળ, તેજપાળ અને સી શ્રેણીઓએ અને ગૃહિણીઓએ પ્રભુના ચરણે હીરા, માણેક, મોતી અને સુવર્ણનાં આભૂષણો ભેટ ધર્યા. દેવી અનુપમા અને દેવી લલિતાએ પણ મહામૂલી ભેટ ધરી પિતાના જીવનને કૃતાર્થ કર્યું. યાત્રિએ પણ ઉલ્લાસથી પિતાની નમ્ર ભેટો મૂકી.
પ્રભુચરણે ભાવભરી ભેટ ધરનારાઓને ત્યાં એક પ્રવાહ વહી નીકળે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org