________________
૧૪૨
પદ્મપરાગ
એ શૂરાતનમાં ભલભલા સમરવીરને હંફાવે એવા અને બુદ્ધિમાં પણ એવા જ વિચક્ષણ. મોટાભાઈનું નામ વસ્તુપાળ, નાનાનું નામ તેજપાળ.
બને રાજા વીરધવલના મંત્રીઓજાણે એની બે બાહુઓ જ જોઈ લે.
બંને ભાઈ જેવા કર્મમાં શૂરવીર એવા જ ધર્મમાં પણ પૂરા શૂરા. રાજ્યસેવા એમનું જીવન હતી તે ધર્મસેવા એમને પ્રાણ હતી. અન્યાય, અધર્મ અને અત્યાચારને એ કદી સાખે જ નહીં; જીવના જોખમે પણ એને સામને કરે; અને ન્યાય, નીતિ ને ધર્મની વાત આગળ હમેશાં પિતાનું માથું નમાવે.
પિતાને ધર્મ એમને મન જવન સર્વસ્વ હતું અને બધાય ધર્મોને આદર કરે એ એમનું જીવનવ્રત હતું.
સંપત્તિ તે જાણે એમના આંગણે દાસી બનીને આવી હતી–જ્યારે જેટલી જોઈએ એટલી ખડે પગે હાજર જ હાય ! એ સંપત્તિથી એમણે લેકસેવા માટે વાવ, કૂવા, તળાવ, ધર્મશાળાઓ તૈયાર કરાવવા જેવાં સેંકડે કામે કર્યા હતાં.
અને બધાય ધર્મ તરફને એમને આદર પણ એ હતો કે એમણે જેમ જિનમંદિરે ચણવ્યાં હતાં તેમ શિવમંદિરે પણ બંધાવ્યાં હતાં; અને એટલું જ શા માટે ? ચવન ગણાતા મુસલમાન માટે મજિદ સુધ્ધાં ચણાવી આપી હતી!
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org