SearchBrowseAboutContactDonate
Page Preview
Page 156
Loading...
Download File
Download File
Page Text
________________ વ્યંગ્યાને ભેર અને આખી સભા કુમાર મૂળરાજની કરુણાને ભાવ- ' નાનાં આંસુને અભિષેક કરી રહી. પિતાનાં સૌદર્ય અને સૌરભથી સહુનાં અંતરમાં વસી જનાર કમળ કંઈ લાંબુ આયુષ્ય લઈને આવતું નથી કે લાંબા જીવનના મેહમાં ફસાતું નથી. એ તો ટૂંક સમયમાં જ પોતાની જીવનલીલા સંકેલી લે છે. - કુમાર મૂળરાજનું પણ એમ જ થયું. સહુને લાડકવાયે અને ભાંગ્યાને સાચે ભેરુ કુમાર નાની ઉંમરમાં જ સ્વર્ગે સિધાવી ગયે! રાજા-રાણીના દુઃખને પાર ન રહ્યો. પ્રજા પણ શેકમગ્ન બની ગઈ. વજપાત થયો હોય એમ આખા રાજ્યમાં હાહાકાર વરતી ગયે! આંસુ સારતા લેકેએ કહ્યું : “આપણી મીઠી નજર કુમારને આભડી ગઈ! આપણે એનાં આટલાં વખાણ ન કર્યા હતા તે સારું થાત !' તે વળી કેઈકે કહ્યું : “ભાઈ, આ તો દુનિયા જ એવી છે! જેને આપણને ખપ એને જ ભગવાનને પણ ખપ! ભગવાનને પણ શું કહીએ?” અને જાણે કુમાર મૂળરાજની કરુણું સેગણું ફળી હેય એમ બીજું વર્ષ ખૂબ સારું નીવડ્યું. - વરસાદ એવો થયે કે ધરતી ધરાઈ ગઈ; પાક એવો થયે કે માનવી ધરાઈ ગયે. સૌને થયું કે જાણે દુકાળ પડ્યો જ ન હતો! Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001056
Book TitlePadmaparag
Original Sutra AuthorN/A
AuthorRatilal D Desai
PublisherJaybhikkhu Sahitya Trust
Publication Year1974
Total Pages194
LanguageGujarati
ClassificationBook_Gujarati & Discourse
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy