SearchBrowseAboutContactDonate
Page Preview
Page 155
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૩૮ પદ્મપરાગ કુમારને હવે વધુ વિચાર કરવાનું ન હતું. એણે તરત જ કહ્યું : “બાપુ, જે મારી કળાએ આપને સાચે જ પ્રસન્ન કર્યા હોય અને આપ મને ઈનામ આપવા ઈચ્છતા હે, તે આપણા રાજ્યના તમામ ખેડૂતનું આ વરસનું મહેસૂલ માફ કરવાનું હું આપની પાસે વરદાન માગું છું. દુષ્કાળને લીધે બિચારા કેવા બેહાલ બની ગયા છે! એમને પિતાનેય ખાવાના અન્નનાં સાંસાં હોય ત્યાં એ રાજ્યને કર શી રીતે ભરી શકે ? એમનું દુઃખ જોઉં છું ને મારું અંતર લેવાઈ જાય છે. પ્રજાના સુખે સુખી અને દુઃખે દુઃખી થવું, એ તો રાજાને પ્રથમ ધર્મ ! આપણે એ ધર્મનું પાલન કરીએ.” રાજા ભીમદેવ પળવાર તે સ્તબ્ધ બની ગયા અને પછી હર્ષભેર કુમાર મૂળરાજને ભેટી પડ્યા. એમની આંખે હર્ષના અમીથી ઊભરાઈ ગઈ એમને થયું? આ તો માણસાઈને સાદ! જે સાદ હું ન સાંભળી શક્યો એ આ કુમારના હૈયામાં જાગી ગયે. આજે એણે મારા અંતરના પડ ઉઘાડી દીધાં! કે કમી, ધમી અને કરુણાળુ કુમાર ! અને મહારાજા ભીમદેવે હર્ષાતિરેકમાં કહ્યું : “કુમાર, એ વરદાન તે તને મળી જ ગયું ! પણ એથી તને પિતાને શું મળ્યું? માટે બીજું વરદાન માગી લે !” કુમારે કહ્યું : “મને તે સર્વસ્વ મળી ગયું, બાપુ ! પછી બીજું શું માગું?” Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001056
Book TitlePadmaparag
Original Sutra AuthorN/A
AuthorRatilal D Desai
PublisherJaybhikkhu Sahitya Trust
Publication Year1974
Total Pages194
LanguageGujarati
ClassificationBook_Gujarati & Discourse
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy