________________
ભાંગ્યાને ભેરુ
૧૩૭ કુમારે વિનમ્ર બનીને કહ્યું: “બાપુ, આ બધા રાજ્યના ભંડારે એ જ મારા માટે વરદાનરૂપ છે, પછી બીજું વરદાન માગવાથી શું?”
પણ આજને આ આનંદ-અવસર તે યાદગાર અન ઘટે, માટે જરૂર મનગમતું કંઈક માગ !” રાજાજીએ આગ્રહપૂર્વક કહ્યું. એમની લાગણીને વેગ આજે ખાળે ખાળી શકાય એમ ન હતો.
પણ બાપુ, હું શું માગું? આપની કૃપાથી મારે કઈ વાતની ખામી છે કે મારે કશું માગવું પડે?” કુમારે વધુ અનાસક્તિ દાખવી.
પણ કુમારની એ અનાસક્તિ રાજાજીના અંતરને વધુ ને વધુ સ્પશી રહી. એમણે કંઈક વર માગવાને ફરી ફરી આગ્રહ કર્યો.
કુમારે જોયું કે હવે વાત કરવાને વખત પાકી ગયે છે. એણે અતિ નમ્ર બનીને કહ્યું: “પણ બાપુ, હું તે રહ્ય અણસમજુ. અને કંઈક એવું માગી બેસું કે જે આપ ન આપી શકે, તે મારું અને આપનું બેયનું વચન ફેક જાય, અને લોક હાંસી કરે એ વધારામાં !”
હર્ષઘેલા મહારાજા આજે કઈ રીતે પાછા પડે એમ ન હતા. એમણે તરત જ કહ્યું: ‘કુમાર, તારું વચન ખાલી નહીં જાય, એ મારું તને વચન છે. માટે જે માગવું હોય તે ખુશીથી માગી લે. અમે તારા ઉપર ખૂબ પ્રસન્ન છીએ.”
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org