SearchBrowseAboutContactDonate
Page Preview
Page 148
Loading...
Download File
Download File
Page Text
________________ ભાંગ્યાને ભેરુ ૧૧ વધુ દિવસે પસાર થયા. છતાં આકાશ તે ખાલી ને ખાલી જ રહ્યું. જ્યારે ગગનમંડળમાંથી શીતળ જલધારાઓ વરસવી જોઈએ, ત્યારે એમાંથી સૂર્યનાં ઊનાં ઊનાં કિરણની તેજવાલાએ વરસી રહી! ધરતી ત્રાહ્ય ત્રાહ્ય પિોકારી રહી; માનવી ત્રાહ્ય ત્રાહ્ય પિોકારી ઊઠડ્યો; પશુ-પંખી ત્રાહ્ય ત્રાહ્ય કરી રહ્યાંઃ સર્વત્ર ત્રાસનું વાતાવરણ સરજાઈ ગયું, હાહાકાર મચી ગયો ! અને પછી તે ધરતીની કાયામાં ચીરા પડી ગયા. નદી-નવાણ સુકાઈ ગયાં. ગૌચરમાં ધૂળ અને કાંકરા ઊડવા લાગ્યાં. જળચરેને તે બિચારાને રોથ વળી ગયે. પંખીઓ પણ જીવ બચાવવા પરમ તરફ ઊડવા લાગ્યાં, અને ઢોરઢાંખરને પણ ઘાસ-ચારે દોહ્યલું બની ગયે; તેય આકાશી દેવનાં અંતરમાં કરુણાનાં જળ ન ઊભરાણાં તે ન જ ઊભરાણું! આશામાં ને આશામાં બીજો એકાદ મહિને વી; તે પણ ધરતીમાતાના તપના પારણાનો દિવસ ન ઊગે આકાશ તે, ઘાતકી માનવીના મન જેવું, સાવ કેરું ને કેરું જ રહ્યું ! ત્યાં તે ચોમાસાના ધોરી મહિના શ્રાવણ અને ભાદરાય પિતાની પાંખે સંકેલીને ચાલ્યા ગયા. તેય આકાશમાં પાણી ન દેખાયું. માનવીએ વરસાદની આશા છોડી દીધી; ઘરતીના પારણાના દિવસે આઘા ઠેલાયા. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001056
Book TitlePadmaparag
Original Sutra AuthorN/A
AuthorRatilal D Desai
PublisherJaybhikkhu Sahitya Trust
Publication Year1974
Total Pages194
LanguageGujarati
ClassificationBook_Gujarati & Discourse
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy