________________
૧૩૦
પદ્મપાગ
ચારેકાર મૂશળધાર મે વરસવા માંડે, જોતજોતામાં તે બધી ધરતી જળબંબાકાર બની જાય, અને જાણે કોઈ દિવસ તાપ જ પડયો ન હતા, એમ ચેામેર શીતળતા શીતળતા જ વ્યાપી રહે.
કા નવયૌવનાના પ્રીતમ પરદેશથી પાછા આવ્ચે હાય એમ ધરતીનાં અંગેઅગમાં આનન્દ્વ આનંદ વ્યાપી રહે. ગ્રીષ્મઋતુની લૂખી શેાકાતુર ધરતી જાણે વર્ષાઋતુમાં હસું હસું બની જાય. એનાં રૂપ ફરી જાય, એના રોંગ બદલાઈ જાય, અરે, એનાં વસ્રોય આંખાને ઠારે એવાં લીલવર્ણા, સાહામણાં અને ભાતીગળ થઈ જાય !
પછી તેા એ કરુણામયી ધરતીમાતા પેાતાનાં બાળકોને માટે બાર મહિનાની ખેારાકી તૈયાર કરવાના કામે લાગી જાય. ધન્ય ધરતીમાતા ! અને ધન્ય વર્ષાઋતુ ! ધરતી અને વર્ષાના સંગમે તે માનવી અને પશુ-પંખી માટે ખાર માસનાં અન્ન-જળ અને ઘાસ-ચારો નીપજે, કેવા એ બેયના ઉપકાર !
વિક્રમના અગિયારમા સૈકાનું એક વ, ગુર્જર ભૂમિની ગ્રીષ્મૠતુની આકરી તપસ્યાની અવધિ પૂરી થઈ, અને એના પારણાના દિવસની ભારે આતુરતાપૂર્વક રાહ જોવાવા લાગી. દિવસે ઉપર દિવસો પસાર થવા લાગ્યા, પણ પારણાનેા દિવસ ન આવ્યો !
જોષીએનાં ટીપણાંઓએ તે કહ્યું કે વરસાદની ઋતુ બેસી ગઈ, પણ આકાશમાં કયાંય એના આગમનનાં એધાણ ન દેખાણાં. ન આકાશમાં વાદળ જામે છે, ન વીજળી ઝબૂકે છે, ન મેઘગર્જના થાય છે; તેા પછી મેઘધનુષ તે રચાય જ શી રીતે અને વરસાદનાં નીર વસે જ કચાંથી ?
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org