SearchBrowseAboutContactDonate
Page Preview
Page 145
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૮ પદ્મપરાગ એમના પગ તે ઉખાડી જ નાખ્યા હતા ! ન માલૂમ, આ પ્રક્રિયા હવે કયાં જઈ ને અટકશે અને આપણે અબાધિત માનેલા આપણા અધિકારનું શું થશે ? પણ જ્યાં રાજા પાતે જ રૂઢચો, ત્યાં બીજું શું થઈ શકે ? ધણીના ધણી કેણુ ખની શકે ભલા ? રાજસભા તે શૈવાચાની આ ઉદારતાને અને દુર્લભરાજની અજબ કુનેહને પ્રણમી રહી. અને સૌના આશ્ચય વચ્ચે પુરાહિત સામેશ્વરદેવે ઊભા થઈને વિનમ્ર વાણીમાં જાહેર કર્યું ” : ‘ આવા સુવિહિત શ્રમણેાને રહેવા માટે હું બ્રાહ્મણ, મારા પેાતાને ખર્ચે, ઉપાશ્રય બંધાવી આપીશ!’ જાણે આજે ગુરપતિની રાજસભામાં ધર્માંની ઉદારતાની હરીફાઈ મડાઈ હતી અને કોઈ પણ એમાં પાછળ રહેવા તૈયાર ન હતું ! તે દિવસથી ચૈત્યવાસના અને ધર્મક્ષેત્રના શુદ્ધીકરણનાં પગરણ મંડાઈ ગયાં. ગુરુ વ માનસૂરિજીની ભાવના સફળ થઈ; અને જિનેશ્વરસૂરિ અને બુદ્ધિસાગરસૂરિના અવિરત પુરુષાર્થ ચરિતાર્થ થયે. અને તે દિવસે રાજા અને પ્રજા બ્રહ્મ અને સમનેા તથા બ્રાહ્મણત્વ અને શ્રમણત્વના સાચા અર્થ પામીને કૃતકૃત્ય થયાં ! Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001056
Book TitlePadmaparag
Original Sutra AuthorN/A
AuthorRatilal D Desai
PublisherJaybhikkhu Sahitya Trust
Publication Year1974
Total Pages194
LanguageGujarati
ClassificationBook_Gujarati & Discourse
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy