________________
ઉદારતા
૧૨૭
આચાર્ય જ્ઞાનદેવને તરત જ વિજ્ઞપ્તિ કરી : “પ્રભે, મારે આપને આજે એક વિજ્ઞપ્તિ કરવાની છેઃ બે સુવિહિત શ્રમણે આપણા નગરમાં પધાર્યા છે, એમને ઊતરવાને માટે આપ જ આશ્રય (ઉપાશ્રય) આપો !”
સૌ સ્તબ્ધ બનીને સાંભળી રહ્યા : જૈનાચાર્યોના નિવાસ માટે શૈવાચાર્યને વિજ્ઞપ્તિ?
પણ શિવાચાર્યે ભારે વિચક્ષણ અને ઉદાર પુરુષ હતા. એમણે તરત જ કહ્યું : “રાજન , નિષ્પાપી ગુણીજનેની આપ અવશ્ય સેવા કરે. બધા ધર્મોના ઉપદેશને તેમ જ અમારા ઉપદેશને પણ એ જ સાર છે. બાલભાવને ત્યાગ કરી પરમ પદમાં સ્થિર થનાર શિવ એ જ જિન છે. દશમાં ભેટ રાખવો એ મિશ્યામતિનું લક્ષણ છે.”
સભા આ ઉદારતા અને ગુણગ્રાહકતાને અભિનંદી રહી, અમેદી રહી.
છેવટે વાચાર્ય જ્ઞાનદેવજીએ કહ્યું : “બજારમાં (ચેખા બજારમાં) મધ્ય ભાગમાં રહેલી ત્રણ જણની માલિકીની જગ્યા પુરેહિત સોમેશ્વરજી પોતાની ઇચ્છાનુસાર ઉપાશ્રયને માટે લઈ શકે છે. એમાં અમારા પક્ષ તરફથી કે સામા પક્ષ તરફથી જે કંઈ અંતરાય આવશે, એનું નિવારણ હું કરીશ.”
ચૈત્યવાસીઓ બિચારા ચૂપ થઈ ગયા. એમને થયું? મહારાજા દુર્લભરાજે એમની વાતને ભલે માન્ય રાખી, પણ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org