________________
૧૧૮
પદ્મપરાગ જીવનમાં પ્રવેશી ગયેલાં આ દૂષણે સૂરિજીના મનને કેટલે સંતાપ પહોંચાડી રહ્યાં હતાં, અને એમના આત્માને શાસનના ભાવિ અંગે કેટલે ચિંતિત બનાવી રહ્યાં હતાં. બને શિષ્ય પિતાના ગુરુની આજ્ઞા માથે ચડાવવા તૈયાર થઈ ગયા.
અવસર જોઈને એક દિવસ વર્ધમાનસૂરિજીએ એમને આજ્ઞા કરી: “મહાનુભાવે, હવે તમે તૈયાર થઈ ગયા છો, અને શાસનની રક્ષાનું કામ હાથ ધરવાને તમારો સમય પણ પાકી ગયે છે.”
બન્ને શિષ્ય સ્વરથ ચિત્તે અને નત મસ્તકે ગુરુ આજ્ઞાની પ્રતીક્ષા કરી રહ્યા.
' સૂરિજીએ આગળ કહ્યું : “પાટણ આજે શ્રમણની શિથિલતાનું ધામ બન્યું છે, અને પિતાને ચેપ અન્યત્ર વિસ્તારી રહ્યું છે. માટે તમે વિના વિલંબે પાટણ પહોંચી જાઓ, અને જે કંઈ કષ્ટો વેઠવાં પડે એ વેઠીને પણ સંયમજીવનની પુનઃ સ્થાપના કરે. મારી આ જ તમને અંતિમ આજ્ઞા છે, એ જ મારી તમારી પાસેથી અંતિમ ઈચ્છા છે. ધર્મને જય કરે અને પાપનો ક્ષય કરે !”
શિષ્યોએ કહ્યું : “કષ્ટ સહન કરવા માટે તે આ સાધુજીવનને સ્વીકાર કર્યો છે. આપની આજ્ઞા અમારે શિરોધાર્ય છે. આપની કૃપા અમને સાચા માર્ગે દોરે !” અને એક દિવસ ગુરુની આજ્ઞા લઈને જિનેશ્વરસૂરિ અને બુદ્ધિસાગરસૂરિ પાટણ તરફ ચાલી નીકળ્યા.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org