________________
૧૧૬
પદ્મપરાગ વિલસી રહ્યું હતું. બેય ચૌદે વિદ્યામાં પારંગત અને કોઈની સાથે વાદવિવાદમાં કદી પાછા પડે નહીં એવા નિપુણ અને સાથે સાથે પરગજુ પણ એવા જ. વિદ્યાનું મિથ્યા અભિમાન તે એમને સ્પર્શતું જ ન હતું.
શ્રેષ્ઠીને વિવેક-વિનયયુક્ત આ બન્ને યુવાન, વિદ્વાન બ્રાહ્મણપુત્ર ગમી ગયા અને એમણે એમને પિતાને ત્યાં રેકાઈ જવા આગ્રહ કર્યો. બન્ને શેકાઈ ગયા.
એક વાર આચાર્ય વર્ધમાનસૂરિ ધારાનગરીમાં આવી પહોંચ્યા. લક્ષમીપતિ શ્રેષ્ઠીએ એમનું બહુમાનપૂર્વક સ્વાગત કર્યું અને પિતાને ત્યાં આવેલા બે વિદ્વાનની વિદ્યાની અને સુશીલતાની ખૂબ પ્રશંસા કરી.
જ્ઞાની આચાર્ય શ્રેષ્ઠીની વાત ધ્યાનપૂર્વક સાંભળી રહ્યા; અને પછી, જાણે કઈ ભાવીના ઊંડા ભેદ ઉકેલતા હોય એમ, વિચારમગ્ન બની ગયા. એમને આ બે પંડિતેમાં જાણે શાસનના ભાવી સ્તંભે અને ઉદ્ધારકનાં દર્શન થયાં.
બને પંડિતે પણ જેમ વિદ્યાના ખપી હતા, તેમ આત્માના પણ શોધક હતા. આચાર્યશ્રી સાથેની શાસ્ત્રવાર્તામાં શ્રમણોને અહિંસાધર્મ એમના અંતરમાં વસી ગયે; અને બન્ને યુવાને સંયમમાર્ગના યાત્રિક બનીને વર્ધમાનસૂરિના ચરણે બેસી ગયા. ગુરુએ શ્રીધરનું નામ જિનેશ્વર અને શ્રીપતિનું નામ બુદ્ધિસાગર રાખ્યું.
- વર્ધમાનસૂરિએ આ બન્ને શિષ્યોને કેટલેક વખત પિતાની પાસે રાખીને જ્ઞાન અને ચારિત્રના માર્ગમાં સ્થિર
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org