________________
ઉદારતા
૧૧૫
કાર્ય પૂરું થયું ન ગણાય. એ માટે તે આ અધઃપાતના મુખ્ય ધામ સમા પાટણમાં કંઈક પ્રવૃત્તિ ઉપાડવામાં આવે તે જ ખરા કાર્યને આરંભ થયે લેખાય.
પાટણમાં ત્યારે ચૈત્યવાસી શ્રમણનું એટલું બધું જેર હતું કે એમની મંજૂરી સિવાય કેઈ સુવિહિત સાધુને પણ નગરમાં ઉતારી ન મળત! જાણે તેઓ આ કાર્યમાં એક પ્રકારને રાજસત્તા જે જ અધિકાર ભોગવતા થઈ ગયા હતા! એમને એ અધિકાર રાજ્યસત્તાએ પણ માન્ય રાખે હતે.
સત્તાના આ કિલ્લાને તેડવાનું કામ સરળ ન હતું. તેમ ધર્મમાર્ગને શુદ્ધ કરવા માટે એની સામે થયા વગર પણ ચાલે એમ ન હતું. એમનું મન જાણે નિરંતર ઝંખ્યા કરતું હતું એવું કામ કરનારા કેઈ સમર્થ હાથે મળી જાય! પિતાની કાયા તે હવે વૃદ્ધાવસ્થા અને ઉગ્ર આત્મસાધનાને કારણે જર્જરિત થઈને ડેલવા લાગી હતી.
માલવ દેશમાં તે કાળે રાજા ભેજ રાજ્ય કરતા હતા.
માલવાની રાજધાની ધારાનગરીમાં લક્ષમીપતિ નામે એક શ્રેષ્ઠી રહે. જે વ્યવહારદક્ષ એ જ ધર્માત્મા. સાધુ–સંત અને વિદ્વાનો-પંડિતને પરમ ભક્ત.
એક દિવસ શ્રીધર અને શ્રીપતિ નામે બે બ્રાહ્મણ યુવાને લક્ષ્મીપતિ શ્રેષ્ઠીને આંગણે જઈ ચડ્યા. બન્ને સગાભાઈ વિદ્યા અને શીલનું તેજ એમનાં મુખ પર
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org