SearchBrowseAboutContactDonate
Page Preview
Page 127
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૧૦ પવ૫રાગ દિવસો ઉપર દિવસો વિતતા જાય છે, પણ ગરાજજી તે ન કોઈની સાથે બેલે છે કે ચાલે છે. જાણે એમના ચિત્તને બીજા કેઈએ કબજો લઈ લીધું હોય એમ એ હંમેશાં જડની જેમ મૂંગા મૂંગા બેસી રહે છે! અને ખાવુંપીવું અને ઊંઘ-આરામ પણ એમને હરામ થઈ પડ્યાં છે. એમને નિરંતર એક જ વિદ્યાર સતાવ્યા કરે છેઃ કુળ ઉપર મહાકલંક લગાડનાર આવા મોટા દોષના નિવારણ માટે કઈકે પણ મહાપ્રાયશ્ચિત્ત કરવું જ ઘટે, નહીં તો આ દોષ તે સત્તર જનમ સુધી પણ પીછે નહીં છોડે! અને મારા દીકરા તે મારું અંગ જ ગણાય. એટલે આનું પ્રાયશ્ચિત્ત અમારામાંથી જ કેઈકે કરવું ઘટે. પણ દીકરાઓને આ વાત કેમ કરી સમજાય ? અને એમને એ સમજાવે પણ કોણ? અને વગર સમયે તો એમને પ્રાયશ્ચિત્ત કરવાનો વિચાર પણ કેવી રીતે આવે? એટલે મારા પુત્રો આ મહાદોષનું પ્રાયશ્ચિત્ત કરે એ વાત ન બનવા જોગ છે. તે પછી છેવટે હું તે છું જ ને? હું જ આ મહાદોષનું મહાપ્રાયશ્ચિત્ત કરીશ. અને એમણે પિતાના મન સાથે પાકે સંકલ્પ કરી લીધો. એ સંકલ્પ એમના મનના ભારને ઓછો કરી દીધે. એમણે રાજ્યના શસ્ત્રભંડારમાંથી પિતાનું ધનુષ્ય મંગાવ્યું, અને પછી પિતાના દીકરાઓને બોલાવ્યા. વૃદ્ધ ગરાજે પિતાના જુવાનજોધ દીકરાઓને બેલાવીને ગંભીરપણે કહ્યું : “તમારામાંથી જેની શક્તિ હોય તે આ ધનુષની પણછ ચડાવે !” Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001056
Book TitlePadmaparag
Original Sutra AuthorN/A
AuthorRatilal D Desai
PublisherJaybhikkhu Sahitya Trust
Publication Year1974
Total Pages194
LanguageGujarati
ClassificationBook_Gujarati & Discourse
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy