SearchBrowseAboutContactDonate
Page Preview
Page 126
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૦. પ્રાયશ્ચિત્ત અને ક્યારે શાંત થશે? પિતા પાસેથી વિદાય થયા પછી ક્ષેમરાજે પિતાના બે ભાઈઓને આશ્વાસન આપતાં કહ્યું : “આમાં ચિંતા કરવાની કંઈ જરૂર નથી. આ તે જરા તાજે ઘા છે, એટલે ડે વખત તમતમે પણ ખરે. પણ થોડા દિવસ થશે. એટલે બાપુ આ વાત ભૂલી જશે, બધું પિતાની મેળે ઠેકાણે પડી જશે અને ઘીના ઠામમાં ઘી ભરાઈ રહેશે! “દુઃખનું એસડ દા'ડા એમ જે કહેવાય છે એ કંઈ બેટું થોડું છે?” પરિચારકે આવીને ચગરાજજીને વિચારનિદ્રામાંથી જગાડ્યા ત્યારે એમનાથી એટલું બોલી જવાયું : “ભાઈ, મારા દીકરા આજે માલ-મિલક્ત લૂંટી નથી લાવ્યા, પણ મારા માટે મે તને નોતરી લાવ્યા છે ! આવા પુત્ર કરતાં વધારે હણ કપૂત તે વળી કેવા હોય! ન માલુમ, ભગવાને શું ધાર્યું છે?” પરિચારિક બિચારો જાણે એશિયાળ બનીને સાંભળી રહ્યો; કંઈ કહેવાને એની જીભ જ ન ઊપડી. અને જેગરાજજી પાછા મૌન બની ગયા. એમનું મન જાણે ઊંડે ઊંડે આત્મામાં ઊતરી ગયું. ગરાજજીના મનમાં હવે જરાય નિરાંત ન હતી. એમને પિતાનું જીવતર એળે ગયું લાગતું હતું, પિતાના ધળામાં ધૂળ પડી લાગતી હતી અને જીવવું પણ અકારુ થઈ ગયું હતું. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001056
Book TitlePadmaparag
Original Sutra AuthorN/A
AuthorRatilal D Desai
PublisherJaybhikkhu Sahitya Trust
Publication Year1974
Total Pages194
LanguageGujarati
ClassificationBook_Gujarati & Discourse
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy