________________
પદ્મપરાગ
પારખી જઈને એ તે મૌન જ રહ્યા.
પણ ક્ષેમરાજથી પિતાનું આ મૌન ન સહેવાયું. એણે સાફસાફ પૂછ્યું : “બાપુ, અમારા આ કાર્યથી આપ રાજી થયા છે કે નારાજ થયા છે?” એને ખાતરી હતી કે આમાં નારાજ થવા જેવું કંઈ છે જ નહીં.
' છતાં જેગરાજ કશું ન બેલ્યા–જાણે અત્યારે એમની વાચા જ હરાઈ ગઈ હતી !
ક્ષેમરાજે ફરી પૂછ્યું: “બાપુ, કંઈક તે બેલો !”
પળવાર તે ગરાજ શાંત રહ્યા; પણ પછી ગંભીર બનીને એમણે કહ્યું: “દીકરાએ, આમાં હું શું બોલું? જે હું રાજી થયે છું, એમ કહું તે તમારી લૂંટારુવૃત્તિને ઉત્તેજન મળે એમ છે; અને જે નારાજ થયે છું, એમ કહું તે તમે નારાજ થઈ જાવ એ ભય છે, માટે આ વાતમાં મારા માટે તે મૌન રહેવું એ જ ઉત્તમ માર્ગ છે!” - દીકરાઓ સમજી ગયા કે આ કામ પિતાને જરાય ગમતું નથી થયું ! પણ થવાનું થઈ ચૂક્યું હતું અને થયું ન થયું થઈ શકે એમ ન હતું. અને વળી પિતાને તો આમાં કંઈ અજુગતું થયું હોય એમ લાગતું પણ ન હતું. એટલે હવે એમને આમાં વધુ વાત કરવા જેવું કંઈ ન લાગ્યું. એ તે ચૂપચાપ ચાલતા થયા.
ગરાજ તે ઊંડા વિચારમાં ઊતરીને પૂતળા જેવા સ્થિર થઈ ગયા, એમના હૈયામાં જાણે વેદનાને હુતાશન પ્રગટયો હતે. ન માલુમ એ હુતાશન કોને ભરખી જશે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org