________________
૧૦૬
પદંપરાગ એમણે તરત જ જવાબ આપ્યો : “આવું અકાર્ય કરવાની મારી તમને સાફ ના છે. તમે કેઈ આ કામમાં હાથ ન ઘાલશે. આવું અણહકનું લાવશે તે, એમાં ભગવાન રાજી નહીં રહે, અને આપણા વંશ ઉપર લાગેલ કલંક વધારે ઘેરું થશે એ વધારામાં ! તમારા દાદા વીર વનરાજના વખતથી ચાલ્યું આવતું આપણા કુળ ઉપરનું કલંક હજી લેકજીભેથી ભૂંસાયું નથી, ત્યાં તમે આવું નઠારું કામ કરશે તે એ કલંક વજજર જેવું પાકું થઈ જશે, અને પછી તે લાખ પ્રયનેય એ નહીં ભૂંસી શકાય. માટે મારા પુત્રો! તમે આવા લેભમાં ન તણાઓ અને આવી લૂંટ કરવાને વિચાર માંડી વાળે ! મારી તમને એ જ આજ્ઞા છે. એનાથી વિરુદ્ધ ન વર્તશે, અને એનું બરાબર પાલન કરજે !”
ત્રણ પુત્રો સાંભળી રહ્યા. એમને થયું કે હવે આ માટે સતનું પૂછડું બનેલા આ ડોસા સાથે વધુ જીભાજોડી કરવી નકામી છે! અને એ તે તરત જ ચાલતા થયા.
પુત્રનાં લક્ષણો જોઈ જેગરાજ વધુ ચિંતામાં પડી ગયા. એ વેદનાભર્યા સ્વરે બોલી ઊઠયાઃ “ભગવાન, આ જતી ઉંમરે આ એક વધુ કલંક મળવાનું લલાટે લખાયું છે કે શું?” પણ એ વેદના સાંભળનાર ત્યાં કોઈ ન હતું. અને જે બાજી એમના હાથ બહારની હતી એમાં એ કરી પણ શું શકે ?
દીકરાએ તે પિતાની વાતમાં મક્કમ હતા.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org