SearchBrowseAboutContactDonate
Page Preview
Page 121
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૦૪ પપરામ અને ચાવડાઓના રાજ્યને રામરાજ્યની નામના મેળવી આપવી હતી. | અમલદારોને પણ આ માટે એણે એ સખત હુકમ કર્યો હતો કે બધા પ્રજાની સાથે હેતથી વતે અને કોઈની જરા પણ રંજાડ ન કરે. એવી જ રીતે એણે પોતાના કુટુંબીઓને અને ત્રણે દીકરાઓને પણ ખૂબ તાકીદ કરેલી કે કેઈની પાસેથી અણકહની એક પાઈ પણ ન લેવી, કે કેઈને જરા પણ હેરાનગતિ ન કરવી, એટલું જ નહીં, બને તેટલું સૌનું ભલું કરવા હમેશાં પ્રયત્ન કરે. એટલે એ તો હમેશાં એ વાતની જ ચિંતા કર્યા કરતે કે ચાવડાઓના રાજ્યનું લેકમાં જરાય ઘસાતું બોલાય એવું કામ કેઈથીયે ન થઈ જાય. એ તે રાત-દિવસ ભગવાનને એક જ પ્રાર્થના કર્યા કરતે કે ભગવાન, અમારા કુળ ઉપરથી ચેરપણાનું આ કલંક દૂર કરો ! એક દિવસ મેગરાજને મોટો દીક ક્ષેમરાજ પિતાની પાસે આવ્યું. એની સાથે એના બે નાના ભાઈઓ હતા. ક્ષેમરાજે પિતાને કહ્યું: “બાપુ, કેઈક પરદેશી રાજાના વહાણ દરિયાના તેફાનમાં સપડાઈ ગયાં છે અને સોમનાથ પાટણના દરિયામાં નાંગર્યા છે. સોમનાથને દરિયે તે આપણા રાજ્યની સરહદ ગણાય; આપણી રજા વગર એમાં કઈ ન આવી શકે અને આવે તે એને શિક્ષા કરવાને આપણે અધિકાર.” Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001056
Book TitlePadmaparag
Original Sutra AuthorN/A
AuthorRatilal D Desai
PublisherJaybhikkhu Sahitya Trust
Publication Year1974
Total Pages194
LanguageGujarati
ClassificationBook_Gujarati & Discourse
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy