________________
પ્રાયશ્ચિત્ત
વીર વનરાજ ગુજરાતને મેટો રાજા થઈ ગયે.
વનમાં એ જનમ્યા અને વનમાં જ મોટો થયે એટલે એ વનરાજના નામથી જાણીતે થે. વળી એ બળુકે અને પરાક્રમી પણ વનના રાજા કેસરી સિંહ જેવો જ હતે.
સાચે જ એ વનને બીજે રાજા હતા. વન જ એનું ઘર અને વન જ એનું આંગણું. વનમાં જ એ હરેફરે અને લહેર કરે.
પણ એ લહેર તે ફક્ત કહેવાની; કંઈ કંઈ દુઃખ એને સહેવાં પડેલાં. એક દિવસ ખાવાનું મળે તે એક દિવસ કડાકા થાય. જીવ બચાવવા ક્યારેક ગુફામાં સંતાવું પડે તે ક્યારેક આઘે આઘે સુધી નાસભાગ કરવી પડે.
એની માનું નામ રૂપસુંદરી. પંચાસરના રાજા જયશિખરી ચાવડાની એ રાણી.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org