SearchBrowseAboutContactDonate
Page Preview
Page 112
Loading...
Download File
Download File
Page Text
________________ લોકભાષાને જય તે હું અને તમે–આપણે બને–કબૂલ રાખીશું. કહો, હવે વિલંબ કરવાનું શું કારણ છે? કે પછી ગમે તેવાં બહાનાં કાઢીને તમે શાસ્ત્રાર્થમાંથી છટકી જવા માગે છે ? મારી વાતને મને જલદી જવાબ આપે !” વૃદ્ધવાદસૂરિના મુખ ઉપર હાસ્ય ફરકી રહ્યું : એમણે વાદીએ તે કંઈક જોયા હતા, પણ આ ઉતાવળે, અધીરે અને વિજય ઘેલે વાદી તે આજે જ ને ! પણ હવે આવા ઘેલાને શિખામણ આપવી નકામી હતી. એમ કરવા જતાં તે ઊલટો એના ગર્વને કેફ વધી જવાનો, અને પોતે બેટી રીતે નબળા લેખાવાના. એટલે આચાર્યે તરત જ પંડિત સિદ્ધસેનની વાતને સ્વીકાર કરતાં કહ્યું : “બહુ સારું. તમારી શરત મને કબૂલ છે. હું શાસ્ત્રાર્થ માટે તૈયાર છું.” પછી ગેવાળિયાઓને પાસે બોલાવીને વૃદ્ધવાદીજીએ સમજાવ્યું : “જુઓ ભાઈઓ, આ ભાઈ વિક્રમ રાજાના મોટા પંડિત છે. તમારે પહેલાં એમની વાત સાંભળવી અને પછી મારી વાત સાંભળવી. અને પછી ફેંસલો આપવો કે કોની વાત સાચી, અને આ વાદવિવાદમાં કેણું જીત્યું અને કણ હાર્યું?” ગેવાળિયા તે ભારે નવાઈ પામ્યા. આવા મોટા બે પંડિતે, અને એમની વાતને ફેંસલે પિતાને આપવાને ! એમનું મન કઈ રીતે માન્યું નહીં. પણ પંડિત સિદ્ધસેને અને સૂરિજીએ એમને સમ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001056
Book TitlePadmaparag
Original Sutra AuthorN/A
AuthorRatilal D Desai
PublisherJaybhikkhu Sahitya Trust
Publication Year1974
Total Pages194
LanguageGujarati
ClassificationBook_Gujarati & Discourse
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy