________________
લેકભાષાને જય
પછી એ શ્રમણની પાસે જઈને સિદ્ધસેન પંડિત પૂછયું : “મારે વૃદ્ધવાદીસૂરિને મળવું છે, અને એમની સાથે. શાસ્ત્રાર્થ કરીને એમને હરાવવા છે. શું આપ પોતે જ એ. વૃદ્ધવાદી છે?”
આચાર્યો માથું હલાવીને હા કહી.
સિદ્ધસેને કહ્યું: “તે મારી સાથે શાસ્ત્રાર્થ કરવા તૈયાર થઈ જાવ ! મારે આજે તમારું જ્ઞાનીપણું અને વાદીપણું માપી લેવું છે. જેઉં તે ખરે કે તમે મારી સામે કેવાકઃ ટકી શકે છે !”
સિદ્ધસેનના અંતરમાં ગર્વ સમાતું ન હતું, પણ વૃદ્ધવાદી કશું ન બોલ્યા; એ તે માત્ર શાંત ચિત્તે એમની વાત સાંભળી રહ્યા.
- સિદ્ધસેનથી રહ્યું જતું ન હતું. એમણે છાતી ફુલાવીને કહ્યું: “હું હયાત છું ત્યાં સુધી પોતાની જાતને વાદી કહેવરાવે એ બીજા કેણ આ ધરતી ઉપર છે, એ મારે જવું છે. એક પૃથ્વીમાં બે સૂરજ અને એક મ્યાનમાં બે તલવારે. હોય તે આ ધરતી ઉપર બે વાદી રહી શકે ! કાં તમે નહીં અને કાં હું નહીં ! અને તમે હારે તે તમારે તમારું વાદીપણું આજથી તજી દેવું અને હું હારું તો અત્યારની ઘડીથી જ હું તમારે શિષ્ય બની જાઉં? આપણા શાસ્ત્રાર્થની. આ શરત અને આ મારી પ્રતિજ્ઞા. માટે શાસ્ત્રાર્થ કરવા સજજ થઈ જાઓ. હવે વધુ વિલંબ અસહ્ય છે. તમને શોધતાં. શેાધતાં ઘણે વખત વીતી ગયે, આજે મહામુશ્કેલીએ તમારે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org