SearchBrowseAboutContactDonate
Page Preview
Page 109
Loading...
Download File
Download File
Page Text
________________ ૯૨ એના ગવનું ખંડન કરું! પતિ સિદ્ધસેન તે। આચાય વૃદ્ધવાદીની શોધ કરવા લાગ્યા. અત્યારે એમના મનમાં આવા મહાન વાઢીને હરાવવાની અને મેટી કીર્તિ મેળવવાની જ તાલાવેલી લાગી હતી; એ સિવાય એમને ખીજો વિચાર જ આવતા નહીં. પરાગ તપાસ કરતાં સમાચાર મળ્યા કે વૃદ્ધવાદીસૂરિ ભરુચ તરફ ગયા છે. પંડિત સિદ્ધસેનને તે જોઈતુ મળી ગયું. તરત જ એ પાલખીમાં બેસીને ભરુચ તરફ રવાના થયા અને ઘેાડા જ દિવસમા ભરુચ પહેાંચી ગયા. પણ ભરુચના ધર્માંગારમાં તપાસ કરી તે ખબર મળ્યા કે વૃદ્ધવાદીસૂરિ એક દિવસ પહેલાં જ ત્યાંથી વિહાર કરીને ખીજે ચાલ્યા ગયા હતા. પણ સિદ્ધસેન એમ પાછા પડે એવા ન હતા. એમણે તા જાણે વૃદ્ધવાદીનેા પી પકડચો હતા ! તરત જ એ વૃદ્ધવાદી જે તરફ ગયા હતા એ માગે પાલખીમાં આગળ વધ્યા. જતાં જતાં વચમાં વડા આન્યા. નજીકમાં કાઈ ગામ કે વસતી ન મળે; સાવ વેરાન જંગલ. થોડાંક ઢોરઢાંખર એટલામાં ચરે અને માત્ર કોઈ કોઈ ગાવાળિયાની હાકલ કે વાંસળીનો અવાજ કાને પડે ! એવા જગલમાં સિદ્ધસેને જોયુ કે એક શ્રમણ પેાતાના માગે સાવધાનીપૂર્ણાંક ચાલ્યા જાય છે. સિદ્ધસેનને ખાતરી થઈ કે જોઈ એ. અને એ પાલખીમાંથી નીચે ઊતરી ગયા. આ જ વૃદ્ધવાદીસૂરિ હાવા Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001056
Book TitlePadmaparag
Original Sutra AuthorN/A
AuthorRatilal D Desai
PublisherJaybhikkhu Sahitya Trust
Publication Year1974
Total Pages194
LanguageGujarati
ClassificationBook_Gujarati & Discourse
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy